ગુજરાત કોંગ્રેસની રણનીતિ વગરની લડાઇ ભાજપ સામે કેટલી કારગર?

ગુજરાતમાં દશકાઓ સુધી સત્તામાં રહેલી કોંગ્રેસ લડાયક અને નિર્ણાયક નેતૃત્વના અભાવે અત્યંત સેનાપતિ વગરના લશ્કર જેવી જોવા મળી રહી છે.

ગુજરાતમાં દશકાઓ સુધી સત્તામાં રહેલી કોંગ્રેસ લડાયક અને નિર્ણાયક નેતૃત્વના અભાવે અત્યંત સેનાપતિ વગરના લશ્કર જેવી જોવા મળી રહી છે. હાલમાં કોંગ્રેસનું લશ્કર ક્યાં લડી રહ્યું છે, તેની કોંગ્રેસના નેતાઓને પણ ખબર ન હોય તેવું લાગી રહ્યુ છે. ગુજરાતમાં ચૂંટણી ગણતરીના દિવસોમાં જ જાહેર થઇ શકે છે. ત્યારે, આમ આદમી પાર્ટી ખુબ આક્રમકતાથી પ્રચાર પ્રસારમાં લાગેલી છે. આપના રાષ્ટ્રીય નેતાઓના ધામા ગુજરાતમાં નાખી દીધા છે. ત્યારે, ભાજપમાં પણ મંથન બેઠકો અને જાહેર સભાઓ દ્વારા સક્રિયતાથી લાગી ગયેલું છે. પરંતું, કોંગ્રેસ, નામ માત્રના રચનાત્મક કાર્યક્રમો દ્વારા કાર્યકરોમાં કોંગ્રેસ સક્રિય હોવાનો અહેસાસ કરાવી રહી છે.

gujarat assembly election

ખરેખરમાં ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ મજબુત રણનીતિ અને અસરકારક ચૂંટણી મેનેજમેન્ટ ગોઠવવામાં અસફળ રહે છે. ભાજપથી થાકેલો મતદાર અમને મત આપી જીતાડશેની ગણતરી સાથે મેદાનમાં રહેલી કોંગ્રેસને આ વખતે આમ આદમી પાર્ટી પડકાર આપી રહી છે. ત્યારે, કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ભાજપનો રણનીતિ અને ચૂંટણી મેનેજમેન્ટ વગર કેવો મુકાબલો કરશે તે પરિણામ વખતે જ જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X