કેટલી મહિલા ઉમેદવારો ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી લડી ચુકી છે? જાણો અત્યારસુધીના આંકડા!

દેશ આઝાદ થયો ત્યારથી સતત રાજનીતિમાં મહિલાઓની ઉમેદવારી વધારવા માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. મહિલાઓની ઉમેદવારી વધે તે લોકશાહીમાં આવશ્યક છે.

દેશ આઝાદ થયો ત્યારથી સતત રાજનીતિમાં મહિલાઓની ઉમેદવારી વધારવા માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. મહિલાઓની ઉમેદવારી વધે તે લોકશાહીમાં આવશ્યક છે. જો કે હજુ સ્થિતી એટલી સારી નથી કે રાજનીતિમાં મહિલાઓ પુરૂષ બરાબર કહી શકાય. હાલ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યાર આપણે ગુજરાતની રાજનીતિમાં મહિલાઓ વિશે વાત કરવાના છીએ. આજે અમે તમને એ જણાવીશું કે અત્યારસુધીમાં કેટલી મહિલા નેતાઓ ચૂંટણી સાથે સીધી રીતે જોડાઈ છે.

મહિલા મતદારોની સંખ્યામાં મોટો વધારો

મહિલા મતદારોની સંખ્યામાં મોટો વધારો

1998ની સરખામણીમાં 2017 વિધાનસભા ચૂંટણીમાં મહિલા મતદારોની ટકાવારીમાં 11 ટકાનો વધારો થયો છે. 1998માં ગુજરાતમાં 1.39 કરોડ મહિલા મતદારો હતા, જેમાંથી 77.02 લાખ મહિલાઓએ મતદાન કર્યું હતું. એટલે કે 55.03 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. વર્ષ 2017ની ચૂંટણીમાં 2.08 કરોડ મહિલા મતદારો નોંધાયા હતા, જેમાંથી 1.37 કરોડ મહિલાઓએ મતદાન કર્યુ હતું. આ ચૂંટણીમાં મહિલાઓના મતદાનની ટકાવારી 66.11 ટકા રહી હતી.

મહિલા ઉમેદવારોની સંખ્યા વધી રહી છે

મહિલા ઉમેદવારોની સંખ્યા વધી રહી છે

1998થી સતત મહિલા ઉમેદવારોની સંખ્યા વધી રહી છે. 2002 ને બાદ કરતા તમામ ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની સંખ્યમાં વધારો થયો છે. 1998માં 49 મહિલા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાંથી 30 મહિલા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. 2002 વિધાનસભા ચૂંટણીમાં 37 મહિલા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાંથી 17 મહિલા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી.

2012 બાદ મોટો વધારો

2012 બાદ મોટો વધારો

મહિલા ઉમેદવારોની સંખ્યામાં 2007થી મોટો વધારો જોવા મળ્યો છે. 2007 ચૂંટણીમાં 88 મહિલા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી અને 53 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. 2012ની ચૂંટણીમાં 97 મહિલા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાંથી 64ની ડિપોઝીટ જપ્ત થઈ હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 126 મહિલા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાંથી 104એ તેમની ડિપોઝીટ ગુમાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X