For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યાંક આપની એન્ટ્રી કોંગ્રેસ માટે સત્તા કે અંગૂર ખટ્ટે તો નહીં બનાવે ?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવે એટલે કોંગ્રેસના જોગીઓ ફરીથી સક્રિય થઇ સમગ્ર તંત્રને હાથમાં લઇ લેતાં હોય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવે એટલે કોંગ્રેસના જોગીઓ ફરીથી સક્રિય થઇ સમગ્ર તંત્રને હાથમાં લઇ લેતાં હોય છે. કોંગ્રેસના નેતાઓ પાંચ વર્ષ ગુમ રહ્યા બાદ ચૂંટણી સમયે સક્રિય થઇ ટિકિટ લેવાથી માંડીને મળતીયાઓને ટિકિટ આપવા સુધીની ગઠજોડ કરતાં હોય છે. જોકે, આ જૂના જોગીઓ પોતાના વિસ્તારમાં જમીની અસ્તિત્વ ગુમાવી ચક્યાં હોવા છતાં ત્યાં પક્ષમાં કોઇ નવો ચહેરો ઉભો ન થાય તે માટે આંતરીક રાજકારણ કરતાં રહે છે.

Congress

ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પાતળી જીત નોંધાઇ હતી અને કોંગ્રેસે 80 સીટો આસપાસ મેળવીને ભાજપને બરાબર એકલા હાથે હંફાવ્યું હતું. આ કારણે, આ વખતે કોંગ્રેસના મુખ્ય મુરતિયાઓમાં સીએમની ખુરશી દેખાવા લાગી હતી. ત્યારે, ફરીથી આ જૂના જોગીઓએ કોંગ્રેસમાં કબ્જો કરી ટિકિટ મેળવવા અને મળતીયાઓને લડાવવાની તૈયારી કરી દીધી છે. પરંતું, આ વખતે કોંગ્રેસની લડાઇ બે ધારી તલવાર જેવી રહેવાની છે. કોંગ્રેસના મત ખેરવવા માટે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી ગઇ છે. જે, ભાજપની એન્ટિ ઇન્કમ્બન્સી દૂર કરવામાં મોટો ભાગ ભજવી શકે છે.

જો આમ આદમી પાર્ટી સબળ પ્રદર્શન કરીને મેદાનમાં આવે છે. કોંગ્રેસની પરંપરાગત વોટબેંકમાં સેંધ પાડે છે. તો, તેનો સીધો ફાયદો ભાજપને થશે. ભાજપથી નારાજ મતો પોતાના તરફ ખેંચવામાં અને કોંગ્રેસના પરંપરાગત વોટને જકડી રાખવામાં કોંગ્રેસ નિષ્ફળ રહેશે તો કોંગ્રેસ માટે ફરીથી સત્તાના અંગૂર ખટ્ટા બની જાય તો નવાઇ નહીં.

English summary
How much will your entry spoil Congress's game for power?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X