આદેશ પાલે કર્યો અર્જૂન મોઢવાડિયા સામે માનહાનિનો દાવો

યુનિવર્સિટીના કુલપતિ ડો. આદેશ પાલ દ્વારા કરવામાં આવેલા માનહાનિના કેસમાં કલમ 202 હેઠળ તપાસ હાથ ધરવામા આવે તેવા આદેશ મેટ્રો કેસ દ્વારા આપવામાં આવ્યાં છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિને પદેથી હટાવવા માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે કુલપતિના ચારિત્ર્ય અને ગુનાઇત માનસ-પ્રવૃત્તિ અંગે આરોપો કર્યા હતા. તેમણે ભ્રષ્ટ પણ ગણાવ્યા હતા. તેમજ રાજ્યના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બચાવવા માટે તેમને કુલપતિપદેથી હટાવવા માગ કરી હતી.
અર્જુન મોઢવાડિયાના આ પ્રકારના પત્રથી ગિન્નાયેલા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. આદેશ પાલે અમદાવાદ મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો છે.












Click it and Unblock the Notifications
