For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતથી પગપાળા રાજસ્થાન જવા મજબૂર થયા સેંકડો મજૂર

ગુજરાતના અમદાવાદમાં કામ કરતા હજારો મજૂર રાજસ્થાનમાં પોતાના ઘરે પગપાળા જવા મજબૂર છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના અમદાવાદમાં કામ કરતા હજારો મજૂર રાજસ્થાનમાં પોતાના ઘરે પગપાળા જવા મજબૂર છે. આ મજૂરોના માલિકોએ કોરોનાના ખતરાના કારણે લૉકડાઉનની કારણે પોતાના કામ બંધ કરી દીધા છે. બુધવારે સાબરકાંઠા જિલ્લામાં હાઈવે પર પોતાના બાળકો અને સામાન સાથે પગપાળા જતા મજૂરો જોઈ શકાય છે. આમાંથી ઘણા બુધવારે બપોરે ઈડર, હિંમતનગર અને પ્રાંતિજ પહોંચ્યા. ભયંકર ગરમી વચ્ચે તેમના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

labour

Recommended Video

વાહનોની અવરજવર બંધ થતાં રાજસ્થાનના શ્રમિકો અટવાયા

રાજસ્થાનના એક મજૂરે જણાવ્યુ કે હું અમદાવાદના રાણીપ વિસ્તારમાં કામ કરી રહ્યો હતો અને મારા માલિકે મને કામ બંધ કરીને પાછુ જવાનુ કહ્યુ. તેમણે મને બસનુ ભાડુ આપ્યુ પરંતુ બધી સાર્વજનિક પરિવહન બંધ છે એટલા માટે અમે પગપાળા પોતાના ગામ પાછા જવા માટે મજબૂર છે.

આ પરિવારોને જમવાનુ અને પાણી સુદ્ધા મળવુ મુશ્કેલ થઈ રહ્યુ છે કારણકે લૉકડાઉનના કારણે હાઈવે પરની બધી હોટલો બંધ છે. મોટાભાગના માલિકોએ પોતાના ત્યાં કામ કરતા મજૂરોને 500 રૂપિયા આપ્યા છે. જો કે સાબરકાંઠા પોલિસે તેમની મદદ કરી અને તેમને જમાડ્યા.

આ પણ વાંચોઃ રાહત પેકેજઃ દરેક અમેરિકનને મળશે 1 લાખ રૂપિયા, બાળકોને 50 હજાર રૂપિયાઆ પણ વાંચોઃ રાહત પેકેજઃ દરેક અમેરિકનને મળશે 1 લાખ રૂપિયા, બાળકોને 50 હજાર રૂપિયા

English summary
Hundreds of laborers forced to go from Gujarat to Rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X