સુરતના 'હીરા' માટે મોદી જશે ઇઝરાયેલ

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ગુજરાત અને સુરત ખાતેની મુલાકાત પર સૌની નજર મંડાઇ છે. સુરતમાં નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો અને તેમના સ્વાગત માટે થયેલ તાડમાર તૈયારીઓની સૌ જગ્યાએ ચર્ચા છે. સોમવારે નરેન્દ્ર મોદીએ સુરત ખાતે પ્રથમ કિરણ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું અને ત્યાર બાદ ડાયમંડ યુનિટનું ઉદઘાટન કરવા ઇચ્છાપોર પહોંચ્યા હતા.

narendra modi

અહીં વાંચો - સુરતમાં PM મોદી, હોસ્પિટલ અને ડાયમંડ યુનિટનું કર્યું ઉદઘાટન

ઇઝરાયેલ જનાર પ્રથમ વડાપ્રધાન

આ દરમિયાન પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'હું તમારા તરફથી ઇઝરાયેલ જઇશ.' દેશમાં સુરત ડાયમંડ હબ તરીકે ઓળખાય છે, તો ઇઝરાયેલ કટ ડાયમંડ્સના ઉત્પાદનમાં સૌથી આગળ છે. તેમણે ઇઝરાયેલ પ્રવાસ અંગે વાત કરતાં કહ્યું કે, હું ટૂંક સમયમાં જ ઇઝરાયેલ જઇશ અને એ દેશમાં જનાર હું પહેલો વડાપ્રધાન હોઇશ.

જુલાઇમાં લેશે ઇઝરાયેલની મુલાકાત

હોસ્પિટલનું ઉદઘાટન કર્યા બાદ જનસભા સંબોધતી વખતે તેમણે આ વાત કહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયેલની આ મુલાકાત ઐતિહાસિક બની રહેશે. જુલાઇના બીજા અઠવાડિયામાં હેમબર્ગ ખાતે G20 સમિટ યોજાનાર છે. આ સમિટમાં ભાગ લઇ પરત ફરતી વખતે પીએમ મોદી ઇઝરાયેલની મુલાકાત લે એવી શક્યતા છે. પીએમ મોદીની આ મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે, ભારત અને ઇઝરાયેલ વચ્ચે છેલ્લા 25 વર્ષોથી ડિપ્લોમેટિક સંબંધો છે.

English summary
I will be going to Israel on your behalf, Prime Minister, Narendra Modi said in his address after inaugurating a hospital in Surat.
Please Wait while comments are loading...