મને અત્યારના મારા કામથી સંતોષ નથી : મોદી

નરેન્દ્ર મોદીએ બોડેલીની જાહેરસભામાં આદિવાસી ભાઇઓ - બહેનોને કહ્યું હતું કે "મારે તમારા આશીર્વાદ અને જવાબ જોઇએ છે. તમને 11 વર્ષના મારા શાસનથી સંતોષ છે? આપને મારા કામ થી સંતોષ છે? રોડ રસ્તાના કામથી સંતોષ છે? ડભોઇ બોડેલીને જોડાવા માટે પુલ બનાવું છું તેનાથી સંતોષ છે? આદિવાસી કલ્યાણ માટે 40000 કરોડ વાપરી રહ્યો છું તેનાથી સંતોષ છે? ભવિષ્યમાં મારી બહેનોના હાથમાં 5,000 કરોડ રૂપિયા આપવા માંગું છું તેનાથી ખુશ છો?"
તેમણે આગળ જણાવ્યું હતું કે "પણ મને સંતોષ નથી. કારણ કે તમને જે કામ દેખાય છે કે મોદી સાહેબે આમ કર્યું, ભાજપે આમ કર્યુ. પણ મારે જે કરવું છે તે મેં શરૂ નથી કર્યું. આ તો ભૂતકાળમાં જે કોંગ્રેસે કરવું જોઇતું હતું તે મેં કર્યું છે. મારે જે કામ કરવું છે તે હવે કરીશ."












Click it and Unblock the Notifications
