For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશરત કેસ: આઇબીએ ગૃહ મંત્રાલયને સીબીઆઇ વિરૂદ્ધ લખ્યો પત્ર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ishrat-jahan-encounter
નવી દિલ્હી, 6 જુલાઇ: ઇશરત જહાં કેસ મુદ્દે સીબીઆઇ દ્વારા આઇબી અધિકારીઓ વિરૂદ્ધ કથિત રીતે પસંદ કરી નિશાન સાધવા પર આકરી ટિકા વ્યકત કરતાં આઇબી બ્યુરોએ કેન્દ્રિય ગૃહ મંત્રાલય સમક્ષ આ મુદ્દે કડક વિરોદ્ધ નોંધાવ્યો છે અને કહેવામાં આવે છે કે તપાસ એજન્સીના આ પગલાંથી આઇબીના અધિકારીઓનું મનોબળ તૂટી જશે.

મંત્રાલયને લખેલા એક ઔપચારિક પત્રમાં આઇબી નિર્દેશક આસિફ ઇબ્રાહિમે કહ્યું હતું કે બનાવટી એન્કાઉન્ટર કેસમાં તેમના અધિકારીઓ વિરૂદ્ધ કેસ ચલાવવો આઇબીના અધિકારીઓના મનોબળ માટે વિનાશકારી હશે. અને તેનાથી દેશની આંતરિક સુરક્ષાને નુકસાન પહોંચશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આસિફ ઇબ્રાહિમ નવ વર્ષ પહેલાં થયેલા એન્કાઉન્ટરમાં આઇબીના નામ દાખલ કરવાના સીબીઆઇના પ્રયત્નો પર આઇબીએ નારાજગી વ્યક્ત કરવા માંગતા હતા અને સાથે ઇચ્છતા હત કે તે સરકાર આના પર કાર્યવાહી કરે.

આઇબી સતત કહી રહી છે કે તેના અધિકારીઓએ ફક્ત ગુપ્ત માહિતી પુરી પાડી અને બનાવટી એન્કાઉન્ટર સાથે તેને કોઇ લેવાદેવા નથી. આ ઉપરાંત આઇબી કહી રહી છે કે સીબીઆઇ પાસે બનાવટી એન્કાઉન્ટર મુદ્દે કુમાર સહિત આઇબીના અધિકારીઓ વિરૂદ્ધ કેસ ચલાવવા માટે પુરતા પુરાવા નથી. સીબીઆઇએ અમદાવાદમાં એક કોર્ટને જણાવ્યું હતું કે તે બનાવટી એન્કાઉન્ટર કેસમાં આઇબીના વિશેષ નિર્દેશક રાજેન્દ્ર કુમાર સહિત ચાર આઇબીના અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ કરશે.

તાજેતરમાં જ નિવૃત થયેલા કેન્દ્રિય ગૃહ સચિવ આર કે સિંહને આઇબીનો પત્ર મળ્યો છે જેને આગળની કાર્યવાહી માટે વડાપ્રધાન કાર્યાલય મોકલી દેવામાં આવ્યો છે. સીબીઆઇના નોડલ મંત્રાલય, કાર્મિક મંત્રાલય ડારેક્ટ વડાપ્રધાન મનમોહન સિંહના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

English summary
Taking strong exception to CBI's alleged "witch-hunt" against its officials in Ishrat Jahan case, the Intelligence Bureau has lodged a strong protest with the Union Home Ministry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X