For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચક્રવાતી તોફાનનો ખતરો, રેડ અલર્ટ જાહેર

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચક્રવાતી તોફાનનો ખતરો, રેડ અલર્ટ જાહેર

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાત પર તોફાનની આશંકા જતાવી છે. હવામાન વિભાગે કહ્યું કે અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ પર નિમ્ન દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે જે આગળ વધતાં ચક્રવાતી તોફાનમાં બદલાઈ રહ્યું છે. જે આગલા અઠવાડિયે ગુજરાત અને મહારાષ્ટ્રના તટીય વિસ્તારો સુધી પહોંચી શકે છે. જેને જોતા હવામાન વિભાગે ચાર જૂનના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતના તટવર્તી ક્ષેત્રોમાં રેડ અલર્ટ જાહેર કરી દીધું છે.

ભારે વરસાદની આશંકા

ભારે વરસાદની આશંકા

રાષ્ટ્રીય હવામાન વિભાગ પૂર્વાનુમાન કેન્દ્રની પ્રમુખ સતી દેવીએ કહ્યું કે ચાર જૂન માટે તટવર્તી મહારાષ્ટ્ર, ગોવા અને આખા ગુજરાતને લઈ રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાતી તોફાનને પગલે આ ક્ષેત્રોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ત્રણ જૂન માટે તટવર્તી મહારાષ્ટ્ર અે ગોવા માટે રેડ અલર્ટ અને ગુજરાત માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દબાણનું ક્ષેત્ર તાકાતવર થઈ રહ્યું છે

દબાણનું ક્ષેત્ર તાકાતવર થઈ રહ્યું છે

સુનીતા દેવીએ જણાવ્યું કે દક્ષિણ પૂર્વ અને તેની નજીક આવેલ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ ક્ષેત્રોમાં જે નિમ્ન દબાણનું ક્ષેત્ર બન્યું છે તે આગલા 24 કલાકમાં તેજ થઈ ડિપ્રેશનમાં બદલાશે. જે બાદ આ તેજ થઈ ત્રણ જૂન સુધી ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના તટો પર ત્રાટકશે.

તોફાનનું રૂપ ધારણ કરી લેશે વિક્ષોભ

તોફાનનું રૂપ ધારણ કરી લેશે વિક્ષોભ

આઈએમડીએ ટ્વીટ કરીને કહ્યું કે દક્ષિણ પૂર્વી અને તેની નજીક પૂર્વી મધ્ય અરબી સમુદ્ર અને લક્ષદ્વીપની ઉપર નિમ્ન દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે. આગામી 24 કલાક દરમિયાન આ પૂર્વી- મધ્ય અને નિકટવર્તી દક્ષિણપૂર્વી અરબી સમુદ્ર ઉપર વિક્ષોભમાં બદલાઈ જશે અને આગલા 24 કલાકમાં તે ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરી લેશે.

માછીમારોને સમુદ્રમાં ના જવાની સલાહ

માછીમારોને સમુદ્રમાં ના જવાની સલાહ

હવામાન વિભાગે ગુજરાતના માછીમારોને ચાર જૂન સુધી સમુદ્રમાં જવાનું ટાળવાની સલાહ આપી છે. સમુદ્રમાં ગયેલા માછીમારોને પણ રવિવાર સાંજ સુધીમાં પાછા ફરી જવાનું કહેવામાં આવ્યું હતું. આઈએમડીના અમદાવાદ કેન્દ્રએ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ બંદરો માટે અલર્ટ જાહેર કર્યું છે. ચાર જૂન સુધી આ વિસ્તારોમાં 90થી 100 કિમી પ્રતિ કલાકની ગતિએ હવા ચાલવા અને 176 કિમી પ્રતિ કલાકની ગત સુધી પહોંચવાની સંભાવના છે, જેનાથી તે સમુદ્રમાં ખતરનાક રૂપ ધારણ કરી શકે છે.

ત્રણ અને ચાર જૂને ધોધમાર વરસાદ

ત્રણ અને ચાર જૂને ધોધમાર વરસાદ

ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ મૃત્યુંજય મહાપાત્રએ પણ કહ્યું કે આ તોફાનને પગલે ગુજરાત અને મહારાષ્ટ્રના તટવર્તી વિસ્તારોમાં ત્રણ અને ચાર જૂને ભારે વરસાદ થઈ શકે છે. ડૉ મહાપાત્રએ જણાવ્યું કે 15 એપ્રિલે જાહેર હવામાનના પૂર્વાનુમાનમાં સામાન્ય મૉનસૂનની સાથે સપ્ટેમ્બર સુધી 100 ટકા વરસાદની ઉમ્મીદ જતાવવામાં આવી હતી પરંતુ હવે બીજું પૂર્વાનુમાન આજે સોમવારે જાહેર કરવામાં આવશે.

મૉનસૂન આજે કેરળમાં દસ્તક આપી શકે છે

મૉનસૂન આજે કેરળમાં દસ્તક આપી શકે છે

આઈએમડીના ડાયરેક્ટર ડૉ મૃત્યુંજય મહાપાત્રએ રવિવારે કહ્યું કે એક જૂન સુધી મૉનસૂન કેરળના તટ પર ટકરાય તેવી સંભાવના છે. હજી સુધી ચોમાસું કેરળ સુધી નથી પહોંચ્યું. આજ સાંજ સુધીમાં અનુકૂળ હાલાત બનવાની ઉમ્મીદ છે, જે બાદ જ સ્પષ્ટ રૂપે મૉનસૂન કેરળમાં પહોંચ્યું હોય તેમ કહી શકાશે. અગાઉ હવામાન વિભાગે કહ્યું હતું કે ચોમાસું એક જૂને કેરળ પહોંચી જશે.

Unlockd- 1: આજે ગુજરાતમાં બસો દોડતી થઈ જશે, ઑફિસો પણ ખુલશેUnlockd- 1: આજે ગુજરાતમાં બસો દોડતી થઈ જશે, ઑફિસો પણ ખુલશે

English summary
IMD Alert: cyclonic storm can hit gujarat and maharashtra soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X