રાજ્યમાં MSME ઉદ્યોગકારોની વિલંબીત ચૂકવણાની અરજીઓનો વધુ ઝડપથી નિકાલ થાય એ માટે પાંચ રિજીયોનલ કાઉન્સિલની સ્થાપન

રાજ્યના MSME ઉદ્યોગકારોને તેમના વિલંબીત ચૂકવણાની અરજીઓનો ઝડપથી નિકાલ થાય એ માટે રાજ્યમાં પાંચ રિજીયોનલ કાઉન્સીલ સ્થાપના કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે, એમ રાજ્યના MSME કમિશ્નરે જણાવાયું છે.

Bhupendra patel

વધુમાં જણાવ્યાનુસાર કેન્દ્ર સરકાર દ્વારા MSME એક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યમાં MSEFC(Micro & Small Enterprise Facilitation Council) ગાંધીનગર ખાતે કાર્યરત કરવામાં આવી છે અને MSME માટે રાજ્યની તમામ વિલંબીત ચૂકવણીની અરજીઓનું નિરાકરણ ગાંધીનગર ખાતેથી કરવામાં આવતું હતું. પરંતુ રાજ્યના MSME ઉદ્યોગકારોને વધુ સરળતાથી અને ઝડપથી તેમની વિલંબીત ચૂકવણીની અરજીઓનું નિરાકરણ થાય તે માટે, રાજ્ય સરકાર દ્વારા પાંચ રીજીયનમાં એટલે કે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં રીઝનલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી છે.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં Resident Additional Collector (RAC) આ રીઝનલ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે રહેશે. તેમજ આ જિલ્લાઓના જનરલ મેનેજર (જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર) તે રીઝનલ કાઉન્સિલના મેમ્બર સેક્રેટરી તરીકે કાર્યરત રહેશે. આ રીઝનલ કાઉન્સિલનું સંચાલન જે-તે રીઝનની જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસ દ્વારા કરવામાં આવશે. આમ રીઝનલ કાઉન્સિલમાં સંબંધિત રીઝનના MSME ઉદ્યોગકારોની તેમની વિલંબીત ચૂકવણી માટેની અરજીઓનો ઝડપથી અને સરળતાથી નિકાલ થઈ શકશે, તેમ વધુમાં જણાવાયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X