
કચ્છઃ 150 કરોડના ડ્રગ્સ સાથે 8 પાકિસ્તાનીઓની ધરપકડ
પાકિસ્તાનમાંથી ભારતમાં મોટા પાયે ડ્રગ્સ ઘૂસાડવામાં આવે છે. પંજાબ બોર્ડર અને ગુજરાત બોર્ડરથી અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા રહે છે. આજે આઠ પાકિસ્તાનીઓ એક બોટમાં સવાર થઈ કચ્છના સમુદ્ર કાંઠે આવી રહ્યા હતા ત્યારે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે તેમની ધરપકડ કરી લીધી અને બોટ જપ્ત કરી લીધી જેમાંથી 150 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે.
બાતમીના આધારે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે બોટ ઝડપી પાડી હતી, આ ઓપરેશન કચ્છના જાખાઓ બંદર પાસે હાથ ધરવામાં આવ્યું હતું.
એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે જણાવ્યું કે ઈન્ટરનેશનલ મેરિટાઈમ બાઉન્ડ્રી લાઈન કે જ્યાં સમુદ્રમાં ભારત અને પાકિસ્તાનની બોર્ડર આવેલી છે તેની નજીકથી આ બોટ જપ્ત કરી આઠેય પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
વધુમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે જણાવ્યું કે દેવભૂમિ-દ્વારકા જિલ્લા પોલીસના વિશેષ ઓપરેશન જૂથ અને એટીએસના એક વરિષ્ઠ અધિકારી દ્વારા પાકિસ્તાની બોટ પર ડ્રગના કન્સાઇમેન્ટ અંગેની માહિતી એજન્સીઓ સાથે શેર કરવામાં આવી હતી.
કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં રેકૉર્ડ 1.68 લાખ નવા કેસ, 904 લોકોના મોત
એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ અને કોસ્ટ ગાર્ડની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી પાકિસ્તાની બોટ જપ્ત કરી અને તેમાંથી 30 કિલો હિરોઈન મળી આવ્યું હતું. જપ્ત થયેલાં આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 150 કરોડ છે.