અંગદાનનું હબ બનતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ, 3 દિવસમાં 4 અંગદાનથી 12 લોકોને નવી જીંદગી મળી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શરૂ થયલો અંગદાન સેવાયજ્ઞ સતત ઝડપી બની રહ્યો છે. સિવિલમાં છેલ્લા 3 દિવસમાં કુલ 4 અંગદાન થયાં છે. આ 3 દિવસમા 4 બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનના પરિણામે 12 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. આ સિવાય 2 આંખોનું પણ દાન મળ્યું છે.

એક બ્રેઇનડેડ અંગદાતાનાં અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયામાં અંદાજિત 6થી 8 કલાકનો સમય લાગે છે. તબીબો દ્વારા જ્યારે વ્યક્તિને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવે ત્યારે તેમના સ્વજનના કાઉન્સેલિંગથી લઇ રીટ્રાઇવલને લગતા જરૂરી મેડિકલ ટેસ્ટ અને સંલગ્ન પ્રક્રિયા સમય માંગી લે તેવી છે.

Ahmedabad Civil Hospital

આમ આ 4 અંગદાનમાં જોઇએ તો અંદાજે 42 કલાકની સતત મહેનત અંતે અને સમગ્ર ટીમની કામગીરીના કારણે 12 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યુ છે.

સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે તારીખ 11મીં જુલાઇએ થયેલ અંગદાનની વિગતો જોઇએ તો 120માં અંગદાનમાં અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતા લીલાબહેન સોલંકી ઢળી પડતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. સિવિલ હોસ્પિટલમા સારવાર દરમિયાન તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા.

લીલાબહેનના ભત્રીજી ભાવનાબહેન સિવિલ હોસ્પિટલના જ મેડિકલ રેકર્ડ વિભાગમાં નોકરી કરે છે. તેઓને જ્યારે તેમના ફોઇ લીલાબહેનના બ્રેઇનડેડ થયાની જાણ થઈ તો અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેના મહત્ત્વથી સજાગ ભાવનાબહેને પરિવારજનોને અંગદાનની સમજ આપી અને તેના માટે પ્રેર્યા. જેનું પરિણામ એ મળ્યું કે ગણતરીની મિનિટોમાં જ સમગ્ર પરિવારે એકજૂટ થઇને બ્રેઇનડેડ લીલાબહેન સોલંકીના અંગદાન માટેની સંમતિ આપી. આનાથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું.

121મા અંગદાનની વિગતોમાં અમદાવાદના કૃષ્ણનગરના બદ્રીકાબેન કાપડિયાને માર્ગ અકસ્માત નડતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓ બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. જેમના 2 કિડની 1 લીવર અને આંખોના દાનથી જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ છેલ્લા ત્રણ દિવસમાં થયેલ સફળ ચાર અંગદાનની આ સિદ્ધિ સિવિલ હોસ્પિટલની અંગદાનના સેવાકાર્ય સાથે સંકળાયેલી સમગ્ર ટીમને સમર્પિત કરી.

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, ત્રણ દિવસમાં ચાર સફળ અંગદાન વધતી લોકજાગૃતિની સાથે સાથે સિવિલના તબીબોની નિષ્ઠાનું પરિણામ છે.

જણાવી દઈએ કે, સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં 105 લીવર, 210 કિડની, 9 સ્વાદુપિંડ, 33 હૃદય, 6 હાથ, 24 ફેફસા, 2 નાના આંતરડા એમ 38 અંગો અને 102 આંખોનું દાન મળ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X