For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોરબીના વીસીપરા વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ, પોલીસે પરિસ્થિતિનો તાગ મેળવ્યો

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં વિધાનસભા ચૂંટણીના અનુસંધાને ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ દ્વારા કાફલાએ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગમાર્ચ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. વિ

|
Google Oneindia Gujarati News

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં વિધાનસભા ચૂંટણીના અનુસંધાને ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ દ્વારા કાફલાએ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગમાર્ચ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. વિધાનસભા ચૂંટણી 2022ની લોકોમાં જાગૃતિ રહે તેમજ ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાને લગત કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

POLICE
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ મોરબી જિલ્લામાં આચારસંહિતાનો અમલ થવા માંડ્યો છે. આ સમયે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અતિ મહત્વનું પરિબળ માનવામાં આવે છે. જેમાં ચૂંટણી સમયે શહેરમાં શાંતિ અને સલામતીનો માહોલ જળવાઈ રહે એ માટે મોરબી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયું હતું. આ ફ્લેગમાર્ચમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ દ્વારા ચૂંટણી અનુસંધાને શહેરના વીસીપરા વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજાઈ હતી.
English summary
In connection with the election, a flag march was held in Morbi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X