ગુજરાતઃ મા-બાપ જ બન્યા ભક્ષક, બે માસૂમ બાળકોની હત્યા કરી
ગુજરાતઃ મા-બાપ જ બન્યા ભક્ષક, બે માસૂમ બાળકોની હત્યા કરી
સુરતઃ કોરોના લૉકડાઉન વચ્ચે ગુજરાતમાં 2 માસૂમોની જિંદગી તેમના જ જન્મદાતાઓએ છીનવી લીધી. એક માસૂમનો જીવ તેના પિતાએ લીધો જ્યારે બીજાને તેની લાપરવાહ માએ રસ્તા પર છોડી દીધો. સંવાદદાતા મુજબ પહેલો મામલે સુરતના રેશમવાડા વિસ્તારનો છે. જ્યાં ઉર્વેશ શેખ નામનો વ્યક્તિ પોતાના ઘરમાં ઊંઘી રહ્યો હતો, ત્યારે જ કોઈ કારણસર તેની 8 મહિનાની બાળકો જોરજોરથી રોવા લાગી. જેના અવાજથી શેખની નિંદર ઉડી ગઈ. ગુસ્સામાં જ શેખે એવું કરી મૂક્યું જે પિતા માટે કલંકરૂપ હતું.

શેખે ત્યાં જ પોતાની દીકરીનો પગ પકડી તેને બેરહમીથી જમીન પર પટકીને મારી નાખી. બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ અને ઘટના સ્થળે જ મૃત્યુ પામી. મામલાની સૂચના મળવા પર પોલીસ ત્યાં પહોંચી અને શેખની ધરપકડ કરી લીધી.
બીજી ઘટના બનાસકાંઠાના ભાભર તાલુકાની છે. જ્યાં મેરા ગામ પાસે આવેલ કેનાલ પાસે નવજાત બાળક રસ્તા પર મળ્યું. જેને જોઈ સ્થાનિકોએ તરત પોલીસને જાણકારી આપી. પોલીસની પ્રાથમિક તપાસમાં માસૂમ બાળક મૃત હોવાનું સામે આવ્યું. બાદમાં તેના દેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે મોકલી આપવામાં આ્યો. આ માસૂમને મરવા માટે છોડી જનાર માતાની પોલીસ તલાશ કરી રહી છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
