For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Morbi Bridge: જવાબદારો સામે માનવવધ સહિતની કલમો લગાવાઇ,150 જેટલા લોકોના મોતની શક્યતા

મોરબીમાં ઝુલતા બ્રીજ તુટી પડતા 143 જેટલા લોકોના મોત થયા હતા. જેને લઇને રાજ્ય સરકાર અને જિલ્લા વહિવટી તંત્ર કામે લાગુ ગયુ હતુ. સાથે જ શેહરના લોકો પણ રાહત કાર્યમાં લાગી ગયા હતા. શહેરમાં બનેલી દુર્ઘટનાને પગલે આજે સમગ્ર દિવસ

|
Google Oneindia Gujarati News

મોરબીમાં ઝુલતા બ્રીજ તુટી પડતા 143 જેટલા લોકોના મોત થયા હતા. જેને લઇને રાજ્ય સરકાર અને જિલ્લા વહિવટી તંત્ર કામે લાગુ ગયુ હતુ. સાથે જ શેહરના લોકો પણ રાહત કાર્યમાં લાગી ગયા હતા. શહેરમાં બનેલી દુર્ઘટનાને પગલે આજે સમગ્ર દિવસ દરમિયાન શહેરમાં બંધ પાળવામાં આવશે. વહિવટી તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર નહી નીકળીને બચામ કામગીરીમાં મદદરૂપ થવા માટે અપિલ કરી છે.

Bhupendra patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડી રાત સુધી મોરબીમાં રોકાણ કરીને અધીકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે ઘાયલો સાથે મુલાકાત કરીને સાત્વના પાઠી હતી. અને તમામ પ્રકારની સહાય પુરી પાડવા માટે અધિકારીઓને સૂચના આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 5 અધિકાીરીઓની તપાસ કમિટીની રચના કરીને તેમને રાતના જ મોરબીમાં રૂપોર્ટિંગ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. તપાસ કમિટીની ટીમ રાત્રે આવી પહોચી હોવાનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સવારે માહિતી આપતા જણાવ્યુ હતુ. આ તપાસ કમિટી મુખ્યમત્રીને દરરોજ રિપોર્ટ કરશે. કમિટીમાં રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર, કે એમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર, ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ,સંદીપ વસાવા,સચિવશ્રી માર્ગ અને મકાન, સુભાષ ત્રિવેદી,આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, પુલ પર દર્ઘટના બની ત્યારે પુલ પર 300 લોકો હાજર હતા. પુલ તુટી પડતા લોકો મચ્છુ નદિમાં પુલની સાથે પડ્યા હતા. જેમાથી 150 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અન્યનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. બે લોકો ગાયબ છે તેના માટે રેશક્યુ ટીમ દ્વારા નદીમાં તપાસ કરવામા આવી રહી છે 200 જવાનો તપાસ કરી રહ્યા હોવાનું ગૃહમંત્રીએ જણાવ્યુ હતુ,

હર્ષ સઘવીએ જણાવ્યું હતુ કે, જિલ્લા વહિવટી ટીમ સહિત ઘટના બની ત્યારથી કામે લાગી ગઇ છે. આ ઘટનામાં જવાબદારો સામે માનવવધ સહિતની કલમ 304,308,114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

મોરબીના ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુઘર્ટના બાદ તાત્કાલિક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી પહોંચ્યા હતાં અને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા સાથે સમગ્ર ઘટના અંગે ચર્ચા કરી હતી અને આ ઘટના અન્વયે ઊંડો શોક વ્યકત કર્યો હતો. ઘટના સ્થળની મુલાકાત બાદ મુખ્યમંત્રી અસર ગ્રસ્તોની મુલાકાત અર્થે સિવિલ હોસ્પિટલ જવા રવાના થયા હતા.

મુખ્યમંત્રી સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજા,સાંસદ મોહનભાઈ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા, રમેશભાઈ મોકરિયા, મોરબી જિલ્લા કલકટર જી.ટી.પંડ્યા તથા રાજકોટ કલેકટર વગેરેએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

English summary
In the Morbi incident, a strict clause was imposed, including an increase in allowances
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X