અમદાવાદમાં બિલ્ડિંગ ધરાશાયી, 1 નું મોત, મેવાણીનો ભાજપ પર આક્ષેપ
ગુજરાતના અમદાવાદમાં રવિવારે મોડી સાંજે ઓઢવ વિસ્તારમાં એક ચાર માળનું બિલ્ડિંગ ધરાશાયી થઈ જતા 1 વ્યક્તિનું મોત નિપજ્યુ છે જ્યારે કાટમાળ નીચે દબાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ કે એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમોએ સ્વરિત ઘટના સ્થળે પહોંચીને કામગીરી શરૂ કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે બે દાયકા જૂના આ બિલ્ડિંગમાં તિરાડો પડી ગઈ હતી. અહીંના રહેવાસીઓને પહેલેથી જ તેની પરિસ્થિતિ વિશે નોટિસ આપી દેવામાં આવી હતી. એક દિવસ પહેલા એટલે કે શનિવારે જ બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી. તેમછતાં કેટલાક લોકો બિલ્ડિંગમાં ફરીથી જતા રહ્યા હતા.
આ પણ વાંચોઃ હાર્દિક પટેલને મળ્યું મમતા બેનરજીનું સમર્થન, મળવા આવશે ડેલિગેશન
ઘટના વિશે દલિત કાર્યકર અને ગુજરાતના વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભાજપ પર નિશાન સાધતા જણાવ્યુ કે ભાજપ-બિલ્ડરોની સાંઠગાંઠથી ગરીબોને નુકશાન થઈ રહ્યુ છે. આ બિલ્ડિંગ ધરાશાયી થવી અને લોકોનું મરવુ આનો જીવતો જાગતો પુરવો છે.
#LatestVisuals from Ahmedabad's Odhav area where a four-storey building collapsed last night. 3 people have been rescued, at least five still feared trapped under the debris. Rescue operation is underway. #Gujarat pic.twitter.com/g2ZEPE2Ka5
— ANI (@ANI) August 27, 2018