ગુજરાત હાઈકોર્ટ સહિતની 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યની છ જેટલી અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો છે. આ ઘટનાને પગલે રાજ્યના સુરક્ષા તંત્રમાં ભારે ખળભળાટ મચ્યો છે અને તાત્કાલિક સાવચેતીના પગલાં લેવાયા છે.

એક અજાણ્યા શખ્સે સોમવારે મોડી રાત્રે આ ધમકી મોકલી હતી. આ ધમકી ગુજરાત હાઈકોર્ટ ઉપરાંત સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ, લાલ દરવાજા સ્થિત અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, તેમજ ભરૂચ, આણંદ અને રાજકોટની અદાલતોને લક્ષ્ય બનાવી હતી. ધમકી મળતા જ રાજ્યભરની આ તમામ કોર્ટમાં ન્યાયિક કામગીરી તાત્કાલિક સ્થગિત કરી દેવાઈ હતી.

સુરક્ષાને પ્રાથમિકતા આપતા કોર્ટના સ્ટાફ અને વકીલોને તાત્કાલિક પરિસરમાંથી બહાર કાઢી સમગ્ર કમ્પાઉન્ડ સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ ટીમ (BDT) અને ડોગ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવી સઘન તપાસ શરૂ કરાઈ છે. જ્યાં સુધી આ સુરક્ષા તપાસ પૂર્ણ ન થાય, ત્યાં સુધી વકીલો, પક્ષકારો અને સ્ટાફ સહિત કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

આ અંગે અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે, આ મેલ સામાન્ય સ્વરૂપનો હતો. તેમ છતાં, તંત્ર દ્વારા સુરક્ષાના કોઈપણ પાસાને હળવાશથી લીધા વિના સંપૂર્ણ સતર્કતા અને ગંભીરતા સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાનમાલની સલામતી સર્વોપરી હોવાથી, સુરક્ષા દળો કોર્ટ કોમ્પ્લેક્સના દરેક ખૂણાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહ્યા છે અને સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

આ તપાસના પરિણામે, કોર્ટની દૈનિક કાર્યવાહી હાલ પૂરતી સ્થગિત કરી દેવાઈ છે. જોકે, અત્યાર સુધીની સઘન તપાસમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી. સુરક્ષા દળો દ્વારા સંપૂર્ણ તપાસ પૂરી થયા બાદ જ કોર્ટની કાર્યવાહી ફરીથી શરૂ કરાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X