For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં બન્યો ભારતનો પ્રથમ એક્યુપ્રેશર પથ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 28 ઓક્ટોબરઃ એક તરફ વિશ્વ આધુનિકતા તરફ હરણફાળ ભરી રહ્યું છે, તો બીજી તરફ વ્યક્તિઆ ભાગદોડ ભર્યા જીવનમાં નિરોગી રહેવા માટે સંઘર્ષ પણ કરતી જોવા મળી રહી છે. તણાવભર્યા જીવન અને બદલાયેલી જીવનશૈલીના કારણે લોકોને વિવિધ કેન્દ્ર-સંસ્થાઓ યોગ, વ્યાયામ અને એક્યુપ્રેશરનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્યનો પ્રથમ એક્યુપ્રેશર પથ બનાવવામાં આવ્યો છે. જેને 2 નવેમ્બરના રોજ ખુલ્લો મુકવામાં આવનારો છે.

acupressure-park-modasa
મોડાસામાં આવેલા ઓધારી તળાવ સ્થિત બગીચામાં આ એક્યુપ્રેશર પથ બનાવવામાં આવ્યો છે. જેનો ઉદ્દેશ્ય એ છેકે સામાન્ય જનતા વિવિધ રોગોમાંથી છૂટકારો મેળવી શકે. આ એક્યુપ્રેશર પથને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા મોડાસા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે બે લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે, જે 600 ફૂટ લાંબો છે. આ પથનો ઉપયોગ માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ યુવાનો પણ કરી રહ્યાં છે. જો દરરોજ આ પથનો ઉપયોગ કરવામાં આવે તો એક્યુપ્રેશર થકી બીપી, ડાયાબીટિસ, હાર્ટ એટેક જેવા રોગોમાંથી છૂટકારો મેળવી શકાય છે.

મોડાસામાં બનાવવામાં આવેલા પથ અંગે વાત કરવામાં આવે તો આ પથને ત્રણ રીતે બનાવવામાં આવ્યો છે. જેમાં હાઇ, મીડિયમ અને લો એમ ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. હાઇ એક્યુપ્રેશર પથમાં જે પોઇન્ટ આપવામાં આવ્યા છે, તે અણીદાર હોય છે, જેના કારણે શરીરને મળતા વાઇબ્રેશનની માત્રા વધી જાય છે. મીડિયમ પથમાં જે પોઇન્ટ છે તે ઓછા અણીદાર છે અને ત્રીજા લો પથનો ઉપયોગ તમે ત્યારે કરી શકો છો જ્યારે તમને અણીદાર પથ પર ચાલતા હોવ અને વાઇબ્રેશન વધારે લાગે તો મે આ પથનો ઉપયોગ કરી શકો છો. એક્યુપ્રેશર પથ પર ચાલવાથી પગના તળિયામાં રહેલા પોઇન્ટ દબાય છે અને શરીરના તમામ ભાગોમાં તરંગો ઉત્પન્ન થાય છે જેથી લોહીના દબાણનું સમતોલન જળવાઇ રહે છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે આ પથ થકી લોકો સૌંદર્ય દર્શનની સાથોસાથ રોગમુક્ત થશે.

English summary
The first acupressure health garden of India will be opened on 2 November at Modasa in north Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X