દેશની પહેલી રો-રો ફેરી સર્વિસ ગુજરાતમાં, જાણવા જેવી વાતો

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ઓક્ટોબરને રવિવારના રોજ ગુજરાતમાં પોતાના ડ્રીમ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ ભાવગનગર જિલ્લાના ઘોઘા અને ભરૂચ જિલ્લાના દહેજ વચ્ચે ચાલનાર રોલ ઑન-રોલ ઑફ ફેરી યોજનાની શરૂઆત કરી હતી. વર્ષ 2012માં નરેન્દ્ર મોદીએ જ આ યોજનાનો શિલાન્યાસ કર્યો હતો, એ સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ યોજના પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ રો-રો સેવામાં 615 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

boat

આ યોજના શરૂ થવાની સાથે ભાનવગરના ઘોઘા અને ભરૂચના દહેજ વચ્ચેનું અંતર ઓછું થઇ જશે. આ બંન્ને શહેરો વચ્ચેનું અંતર 310 કિમી છે, પરંતુ રો-રો ફેરી સર્વિસને કારણે હવે આ અંતર ઘટીને માત્ર 30 કિમી રહેશે. રવિવારે આ સર્વિસના પહેલા ચરણનું ઉદ્ઘાટન પીએમના હસ્તે થયું હતું. ઉદ્ઘાટન બાદ પીએમ મોદી પોતે આ જ ફેરીમાં સવાર થઇ દહેજ પહોંચશે. આ દરમિયાન ફેરીમાં જ બપોરનું ભોજન કરશે. પહેલા ચરણમાં આ સફર માત્ર યાત્રીઓ માટે હશે. આ સર્વિસના બીજા ચરણનું કામ બે મહિનામાં પૂર્ણ થશે, જેમાં યાત્રીઓ ઉપરાંત તેમની કાર પણ લઇ જવાશે.

English summary
India's first ro-ro ferry service in Gujarat, it's PM Modi's dream project.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.