વેસ્ટર્ન રેલવેમાં પરીક્ષા કૌભાંડ, CBI એ ગાંધીનગરમાં 4 FIR દાખલ કરી

વેસ્ટર્ન રેલવેમાં પ્રમોશન માટે લેવાતી વિભાગીય પરીક્ષાઓમાં મોટાપાયે ગેરરીતિ સામે આવી છે. સીબીઆઈ (CBI) દ્વારા ગાંધીનગર ખાતે આ મામલે કુલ ચાર અલગ-અલગ FIR દાખલ કરવામાં આવી છે.

આ કૌભાંડમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ, આઈટી સ્ટાફ અને ક્લાર્ક દ્વારા મિલીભગત કરીને પરીક્ષાના સર્વરમાં છેડછાડ કરવામાં આવી હતી. કમ્પ્યુટર આધારિત ટેસ્ટમાં ગેરકાયદેસર રીતે એન્ટ્રી મેળવી માર્કસ સુધારવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એનીડેસ્ક (AnyDesk) જેવા રિમોટ સોફ્ટવેરનો ઉપયોગ કરીને પરીક્ષા પૂર્ણ થયા બાદ ડેટા સાથે ચેડાં કરાયા હતા. આ કૌભાંડમાં કુલ 10 જેટલા કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે.

રેલવેના સિનિયર ડીપીઓ જીતેશ અગ્રવાલ આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર હોવાનું સીબીઆઈની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તેમની સાથે અન્ય આઈટી એક્સપર્ટ અને ક્લાર્કની સંડોવણી પણ જોવા મળી છે.

ડિસેમ્બર 2023 થી ઓગસ્ટ 2024 દરમિયાન લેવાયેલી ચાર અલગ-અલગ પરીક્ષાઓમાં આ ગેરરીતિ આચરવામાં આવી હતી. જેમાં શંટિંગ માસ્ટર અને ડીઝલ મિકેનિક જેવી મહત્વની પોસ્ટની પરીક્ષાઓનો સમાવેશ થાય છે.

તપાસમાં ખુલાસો થયો છે કે પરીક્ષા પૂરી થયાના બે દિવસ સુધી સર્વર બંધ કરવામાં આવ્યા નહોતા. આ સમયગાળા દરમિયાન મનપસંદ ઉમેદવારોના ઓનલાઇન પેપરમાં સુધારા કરીને તેમને ઉંચા માર્કસ અપાયા હતા.

કેટલાક કિસ્સાઓમાં તો ઉમેદવારોને 100 માંથી 98 ટકા જેટલા માર્કસ મળ્યા હતા, જેના કારણે રેલવે વિજિલન્સ વિભાગને શંકા ગઈ હતી. ત્યારબાદ રેલવે મંત્રાલયની મંજૂરી લઈને સીબીઆઈને તપાસ સોંપવામાં આવી હતી.

સીબીઆઈને આરોપી અધિકારીઓના બેંક ખાતામાં શંકાસ્પદ આર્થિક વ્યવહારો પણ મળી આવ્યા છે. ક્લાર્ક મહેન્દ્ર શિરસત દ્વારા ઉમેદવારો પાસેથી પૈસા ઉઘરાવી ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતા હોવાનો આરોપ છે.

હાલમાં ગાંધીનગર સીબીઆઈ દ્વારા તમામ ડિજિટલ પુરાવાઓ એકત્ર કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં આ કૌભાંડમાં અન્ય મોટા માથાઓની ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X