For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોરબંદરના દરિયામાં ફરી પકડાઇ બોટ, નશીલા પદાર્થ અને સેટેલાઇટ ફોન જપ્ત

|
Google Oneindia Gujarati News

પોરબંદર, 21 એપ્રિલ: ભારતીય નૌકાદળ અને તટ રક્ષક દળને મોટી સફળતા હાથ લાગી છે. નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે મોટી સફળતા હાસલ કરતા શંકાસ્પદ બોટ પકડી પાડી છે.

બંનેએ સંયુક્ત અભિયાન ચલાવીને મોટા ઓપરેશનને અંજામ આપ્યું છે અને અરબ સાગરથી આ શંકાસ્પદ બોટને પકડી પાડી છે. આ બોટે ભારે માત્રામાં નશીલા પદાર્થ અને ઘણા સેટેલાઇટ ફોન જપ્ત કરવામાં આવ્યા. બોટ પર ચારથી પાંચ શંકાસ્પદ પાકિસ્તાની ઘુસણખોરો સવાર હોવાનું બતાવવામાં આવી રહ્યું છે.

boat
આગળની તપાસ માટે કોસ્ટ ગાર્ડ આ બોટને પોરબંદર લઇને આવી ગઇ છે. અને બોટની વધુ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે બે દિવસ પહેલા ગુપ્તચર એજન્સીઓએ સૂચના આપી હતી કે સમુંદ્રના માર્ગે પાકિસ્તાની ઘુસણખોરી કરી શકે છે. આ એલર્ટ બાદ નૌકાદળ અને તટ રક્ષકની ટીમે એક અભિયાન ચલાવ્યું.

ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં ભારત-પાકિસ્તાન સમુદ્રી સીમાની પાસે વિસ્ફોટકોથી લદાયેલ એક શંકાસ્પદ બોટમાં વિસ્ફોટ થઇ ગયો હતો. માનવામાં આવી રહ્યું હતું કે ઘુસણખોરો મોટા આતંકવાદી હુમલાના ફિરાકમાં હતા.

English summary
Indian coast guard and navy grabs a suspicious pakistani boat near Porbandar drugs and Satellite Phone are also Recovered.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X