For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકની કેદમાંથી આઝાદ થયા 20 ભારતીય માછીમારો, કહ્યુ - 4 વર્ષ બાદ છૂટ્યા, પાણીના રસ્તે ભૂલ થઈ હતી

ગુજરાત પાસે દરિયાઈ વિસ્તારમાં માછલી પકડવા દરમિયાન પાકિસ્તાન દ્વારા બંધી બનાવવામાં આવેલ માછીમારો ઘણા વર્ષો બાદ મુક્ત થાય છે.

|
Google Oneindia Gujarati News

કચ્છઃ ગુજરાત પાસે દરિયાઈ વિસ્તારમાં માછલી પકડવા દરમિયાન પાકિસ્તાન દ્વારા બંધી બનાવવામાં આવેલ માછીમારો ઘણા વર્ષો બાદ મુક્ત થાય છે. એક લાંબા સમય બાદ કરાંચીની જેલોમાંથી છૂટેલા 20 ભારતીય માછીમારો જ્યારે દેશની સરહદે પાછા આવ્યા તો એટલી ખુશી છલકાઈ રહી હતી જેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. એક માછીમારે કહ્યુ, 'હું 4 વર્ષથી અહીં(પાકિસ્તાનની જેલમાં) હતો. હવે મુક્ત થયો છુ...ખૂબ ખુશી થઈ રહી છે. હું પાણીના રસ્તે ભૂલથી પોતાની સીમા ઓળંગી ગયો હતો તો પાકિસ્તાનીઓએ પકડી લીધો હતો.'

પાકની કેદમાંથી મુક્ત થનારા માછીમારો બોલ્યા...

પાકની કેદમાંથી મુક્ત થનારા માછીમારો બોલ્યા...

માછીમારોએ કહ્યુ, 'અમને હવે છોડવામાં આવી રહ્યા છે...અમારા જેવા ઘણા હિંદુસ્તાની પાકિસ્તાનની જેલોમાં બંધ છે. અને... હું કહેવા માંગુ છુ કે પાકિસ્તાનની સરકારે પણ ભારત સરકાર સાથે વાત કરીને ભારતમાં ફસાયેલા અમારા જેવા લોકોને મુક્ત કરાવવા જોઈએ.' ઉલ્લેખનીય છે કે દરિયામાં માછલી પકડવા દરમિયાન ભારતીય માછીમારોને હંમેશા પાકિસ્તાનીઓ દ્વારા કેદ કરવામાં આવે છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીના સુરક્ષાબળ ભારતીય માછામારોનુ અરબ સાગરમાંથી અપહરણ કરે છે. ત્યારબાદ કરાંચી સહિત ઘણા અન્ય સ્થળોએ જેલોમાં બંધ કરી દે છે.

માનવતાના આધારે મુક્તિની માંગ કરવામાં આવે છે

માનવતાના આધારે મુક્તિની માંગ કરવામાં આવે છે

ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાં કેદ કરવા પર માછીમાર-સંગઠનો તરફથી ભારત સરકાર પાસે તેમને મુક્ત કરવાની ભલામણ કરવામાં આવે છે. ગયા સ્વાતંત્ર્ય દિવસે ગુજરાતના ઘણા માછીમારોની મહિલાઓ અને બાળકોએ સરકારને કહ્યુ હતુ કે બંને દેશોની પરસ્પર કૂટનીતિ હેઠળ તેમના ઘરવાળાઓને પાકિસ્તાનની જેલોમાંથી મુક્ત કરાવવા જોઈએ. રાજકોટ જિલ્લાની ઘણી મહિલાઓએ ઘણી વાર પોતાના પતિઓની માનવતાના આધારે મુક્તિની માંગ કરી છે.

આ રીતે માછીમારોને પાકિસ્તાનીઓએ પકડ્યા

આ રીતે માછીમારોને પાકિસ્તાનીઓએ પકડ્યા

પાક જેલમાં બંધ માછીમાર રમણભાઈ પારેખની પત્નીએ કહ્યુ - ઘર પરિવાર ચલાવાવ માટે પતિ માછલીઓ પકડવા ગયા હતા. સમુદ્રમાંથી પાકિસ્તાનીઓએ તેમને પકડી લીધા અને પાકિસ્તાન લઈ ગયા. આ ઘટનાને ત્રણ વર્ષ થઈ ગયા. મે છેલ્લા 3 વર્ષોથી આ અંગે રાજ્ય સાથે-સાથે કેન્દ્ર સરકારને ભલામણ કરી પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ શકી નથી. વળી, જીતુભાઈની પત્ની રમીલાબેને કહ્યુ કે, 'જે માછીમારો પકડાય છે, સરકાર તેમના તરફથી તેમના પરિવારને દર મહિને 9 હજાર રૂપિયાની મદદ કરે છે પરંતુ અમને હવે રૂપિયાની મદદ નથી જોઈતી પરંતુ પતિની પાકિસ્તાન જેલમાંથી મુક્તિ જોઈએ.'

મહિલાઓએ દુઃખ વર્ણવ્યુ

મહિલાઓએ દુઃખ વર્ણવ્યુ

એક અન્ય મહિલા હીરાબેને કહ્યુ કે, 'મારા પતિ પણ 3 વર્ષથી પાકિસ્તાનીઓની કેદમાં છે. દીકરી જ્યારે પાંચ મહિનાનો હતો ત્યારે પાકિસ્તાની મરીન એજન્સીએ મારા પતિનુ માછલી પકડતી વખતે અપહરણ કરી લીધુ. હવે મારો દીકરો પોતાના પિતા વિશે પૂછે છે. હું તેને શું કહીને રોકુ છુ તે મને ખબર નથી. આ નાના બાળકને સરકાર શું જવાબ આપવા માંગશે?' આ રીતે બીજી ઘણી મહિલાઓએ પણ પોતાની પીડા વ્યક્ત કરી. જેમાં મુંબઈના જતિન દેસાઈ, પોરબંદરના જીવણભાઈ ડુગી અને કોડિનારના બાલુભાઈ સહિત માછીમારોની પત્નીઓ શામેલ છે.

રુપાણી સરકારે મુક્ત કરાવ્યા હતા 7100 માછીમારો

રુપાણી સરકારે મુક્ત કરાવ્યા હતા 7100 માછીમારો

ગુજરાતમાં જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે તેમની સરકારે પાકિસ્તાન દ્વારા પકડેલા 7100 માછીમારોને છોડાવ્યા. રૂપાણીએ કહ્યુ, 'અમારી સરકારે આ અંગે સ્પષ્ટ નીતિ અપનાવી. માછીમારોને આર્થિક મદદ આપવા સાથે-સાથે તેમને સબસિડી પણ આપી અને આપણી સરકારની મત્સ્યોદ્યોગની વિકાસ ઉન્મુખ નીતિના કારણે જ વર્ષ 2019-20માં રાજ્ય મત્સ્ય ઉત્પાદન 8.58 લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયુ હતુ. એટલુ જ નહિ, રાજ્ય સરકારે 5 હજાર કરોડ રુપિયાથી વધુ માછલી ઉત્પાદોની નિકાસ પણ કરી.'

English summary
Indian fishermen released from pakistan jail, know what they told
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X