For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત આગામી સમયમાં ટેક્સટાઇલ હબ બનશે: સૌરભ પટેલ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 15 ઓક્ટોબરઃ અમદાવાદમાં પાવરલૂમ ડેવલપમેન્ટ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીઇલના સહયોગથી યોજાયેલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફેબ્રીક એક્પો-2014ને નાણાંમંત્રી સૌરભ પટેલે ખુલ્લું મુકયું હતું. ત્રણ દિવસના આ પ્રદર્શનનું આયોજન કેન્દ્ર સરકારના વષા મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં 20 દેશોના 100થી વધુ પ્રતિનિધિઓ તથા દેશના વિવિધ રાજ્યના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

નાણાંમંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે પાવરલૂમ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો અને વિદેશી ગ્રાહકો નિકાસકારો માટે આ પ્રદર્શન આશીર્વાદરૂપ સાબિત થશે. રાજ્ય સરકારે નવી ટેક્સટાઇલ નીતિ અમલમાં મૂકી છે જેને કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી્ઝને પ્રોત્સાહન મળતાં ગુજરાત આગામી સમયમાં ટેક્સટાઇલ હબ બની જશે તેવો વિશ્વાસ તેમણે વ્‍યક્ત કર્યો હતો.ગુજરાત સમગ્ર દેશમાં કપાસ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે તેનો સવિશેષ ઉલ્લેખ કરતાં મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજય સરકારે કોટન ટુ જીનીંગ, સ્પીંનીંગ, વીવીંગ અને ગારમેન્ટમસ ઉત્પાદનનો અભિગમ અપનાવ્યો છે. જેને પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની પણ વિપુલ તકો ઉપલબ્ધ થશે.

રાજ્યધમાં નાના અને મધ્યમ કદના એકમોને પોતાના દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુતઓનું બજાર મળી રહે તે માટે સરકાર પ્રોત્સાહન આપી રહી છે એટલુ જ નહીં ટેકનોલોજી અપગ્રેડેશન દ્વારા ટેક્સટાઇલ ઇન્ડાસ્ટ્રીઝને પ્રાધાન્ય આપી ગુજરાત બ્રાન્ડ દ્વારા મેઇક ઇન ઇન્ડિયાના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાત ઝડપભેર આગળ વધી રહ્યું હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. એકસ્પોક-2014માં કાપડ ઉદ્યોગનું હાલનું ચિત્ર, વિદેશી નિકાસ બજારમાં ભારતનું પ્રદાન, નિકાસ અંગે જાણકારી, યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા નિકાસ, ગુણવત્તા નિયંત્રણ, શિપિંગ, હૂંડિયામણ દરમાં ચઢ-ઉતર જેવા વિષયો પર સેમિનારનું પણ આોજન કરવામાં આવ્યું છે.

પાવરલૂમ ડેવલપમેન્ટ એન્ડ એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના ચેરમેન વિશ્વનાથ અગ્રવાલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, પાવરલૂમના વિકાસ માટે ફેબ્રીક એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. પાવરલૂમ ક્ષેત્ર દેશના કાપડ ઉદ્યોગની જીવાદોરી ગણાય છે ત્યારે વીવીંગ સેક્ટરના નાના અને મધ્ય‍મ કદના એકમોને પ્રોત્સાહિત કરવાનો કાઉન્સીલનો મુખ્યે ઉદ્દેશ છે તેમ તેમણે જણાવ્યું હતું. આ ત્રિદિવસીય એકસ્પોક દરમિયાન અંદાજે રૂા.200/- કરોડનું વેચાણ થવાનો અંદાજ છે.

ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફેબ્રીક એક્પો-2014

ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફેબ્રીક એક્પો-2014

અમદાવાદમાં પાવરલૂમ ડેવલપમેન્ટ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીઇલના સહયોગથી યોજાયેલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફેબ્રીક એક્પો-2014ને નાણાંમંત્રી સૌરભ પટેલે ખુલ્લું મુકયું હતું. ત્રણ દિવસના આ પ્રદર્શનનું આયોજન કેન્દ્ર સરકારના વષા મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં 20 દેશોના 100થી વધુ પ્રતિનિધિઓ તથા દેશના વિવિધ રાજ્યના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

આ પ્રદર્શન આશીર્વાદરૂપ સાબિત થશે

આ પ્રદર્શન આશીર્વાદરૂપ સાબિત થશે

નાણાંમંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે પાવરલૂમ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો અને વિદેશી ગ્રાહકો નિકાસકારો માટે આ પ્રદર્શન આશીર્વાદરૂપ સાબિત થશે.

ગુજરાત ટેક્સટાઇલ હબ બની જશે

ગુજરાત ટેક્સટાઇલ હબ બની જશે

રાજ્ય સરકારે નવી ટેક્સટાઇલ નીતિ અમલમાં મૂકી છે જેને કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન મળતાં ગુજરાત આગામી સમયમાં ટેક્સટાઇલ હબ બની જશે તેવો વિશ્વાસ તેમણે વ્‍યક્ત કર્યો હતો.

ગુજરાત સમગ્ર દેશમાં કપાસ ઉત્પાદનમાં મોખરે

ગુજરાત સમગ્ર દેશમાં કપાસ ઉત્પાદનમાં મોખરે

ગુજરાત સમગ્ર દેશમાં કપાસ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે તેનો સવિશેષ ઉલ્લેખ કરતાં મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજય સરકારે કોટન ટુ જીનીંગ, સ્પીંનીંગ, વીવીંગ અને ગારમેન્ટમસ ઉત્પાદનનો અભિગમ અપનાવ્યો છે. જેને પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની પણ વિપુલ તકો ઉપલબ્ધ થશે.

ગુજરાત બ્રાન્ડ દ્વારા મેઇક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરાશે

ગુજરાત બ્રાન્ડ દ્વારા મેઇક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરાશે

રાજ્યધમાં નાના અને મધ્યમ કદના એકમોને પોતાના દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુતઓનું બજાર મળી રહે તે માટે સરકાર પ્રોત્સાહન આપી રહી છે એટલુ જ નહીં ટેકનોલોજી અપગ્રેડેશન દ્વારા ટેક્સટાઇલ ઇન્ડાસ્ટ્રીઝને પ્રાધાન્ય આપી ગુજરાત બ્રાન્ડ દ્વારા મેઇક ઇન ઇન્ડિયાના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાત ઝડપભેર આગળ વધી રહ્યું હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

એકસ્પો-2014

એકસ્પો-2014

એકસ્પો-2014માં કાપડ ઉદ્યોગનું હાલનું ચિત્ર, વિદેશી નિકાસ બજારમાં ભારતનું પ્રદાન, નિકાસ અંગે જાણકારી, યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા નિકાસ, ગુણવત્તા નિયંત્રણ, શિપિંગ, હૂંડિયામણ દરમાં ચઢ-ઉતર જેવા વિષયો પર સેમિનારનું પણ આોજન કરવામાં આવ્યું છે.

English summary
Indian International Fabric Expo 2014 start in ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X