યુક્રેનમાં ફસાયા સેંકડો ગુજરાતી છાત્રો, વીડિયો કૉલ કરીને કહ્યુ - પૈસા નથી બચ્યા, અમને જલ્દી બહાર કાઢો
યુક્રેનમાં ફસાયેલા ઘણી ભારતીય છાત્રોએ વીડિયો કૉલ કરીને આપીવીતી સંભળાવી છે.
પાટણઃ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થઈ જતા અન્ય દેશોના હજારો લોકો ત્યાંથી બહાર નીકળવા માંગે છે. યુક્રેનમાં એકલા ભારતના જ 20 હજારથી વધુ લોકો રહે છે જેમાં મોટાભાગના છાત્રો છે. યુદ્ધના કારણે સ્થિતિ ગંભીર થઈ જતા તે કોઈ પણ રીતે ત્યાંથી બહાર નીકળવા માંગે છે. યુક્રેનમાં ફસાયેલા ઘણી ભારતીય છાત્રોએ વીડિયો કૉલ કરીને આપીવીતી સંભળાવી છે.

ગુજરાતના 100થી વધુ છાત્રો યુક્રેનમાં
ગુજરાતના પાટણ શહેરના પણ 30થી વધુ સ્ટુડન્ટ્સ યુક્રેનમાં છે. ત્યાંથી ફોન આવવા પર ગુજરાતમાં તેમના પરિવારજો ચિંતિત છે. એક છાત્રના પિતા કૌશિકભાઈ દેસાઈનુ કહેવુ છે કે, 'મારો દીકરી મેડિકલનો અભ્યાસ કરવા માટે યુક્રેન ગયો હતો. આજે સવારની વાત કરીએ તો તેણે જણાવ્યુ કે સ્થિતિ ખૂબ જ ખરાબ છે.'

'સ્થિતિ ઝડપથી બગડી રહી છે'
પિતા કૌશિકભાઈએ કહ્યુ, 'ફ્લાઈટ કેન્સલ થવાના કારણે તેમની વાપસીની ટિકિટ પણ રદ કરી દેવામાં આવી છે. દીકરાએ અમને જણાવ્યુ કે અહીં સ્થિતિ ઝડપથી બગડી રહી છે. થોડા દિવસમાં ખાવાપીવાના સામાનની પણ મુશ્કેલી થવા લાગશે. એટીએમ ખાલી થઈ ગયા છે માટે બાળકો પાસે ખર્ચ કરવા માટે પૈસા પણ નથી બચ્યા.'

'હવે જલ્દી યુક્રેનથી બહાર કાઢવામાં આવે'
દીકરાની આ ચિંતાને લઈને તેમણે આગળ કહ્યુ કે, 'અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આજીજી કરી છે કે કોઈ પણ કિંમતે અમારા બાળકોને પાછા લાવવાની કોશિશ કરો.' વળી, દમણની છાત્રાએ પણ વિનંતી કરી છે. તેણે વીડિયો કૉલ કરીને કહ્યુ - 'હવે અહીં પૈસા નથી બચ્યા. દુકાનો અને મૉલ્સ પણ ખાલી થઈ ચૂક્યા છે. બૉમ્બમારાથી વિજળી ડૂલ થવાનુ પણ જોખમ છે. અમને જલ્દી બહાર કાઢવામાં આવે.'
|
સરકારે શરુ કરી હેલ્પલાઈન
ભારત સરકારની કોશિશો ઉપરાંત રાજ્ય સરકારે પણ યુક્રેનમાં ફસાયેલા લોકોની સુરક્ષિત વાપસીના પ્રયત્નો શરુ કરી દીધા છે. ત્યાંથી હાલચાલ લેવા માટે ગુજરાતમાં કંટ્રોલ રુમ સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. તલાજા ધારાસભ્યએ મુખ્યમંત્રીને અનુરોધ કર્યો છે.

છાત્રાએ મંત્રીને શું કહ્યુ?
છાત્રા સાથે ગુજરાતના મંત્રીએ વીડિયો કૉલ પર કહ્યુ કે - સરકાર ઝડપથી અભિયાન ચલાવશે. તેમણે કહ્યુ કે મોદીજીની હાઈલેવલ મીટિંગ થઈ અને તમને સુરક્ષિત બહાર લાવવામાં આવશે.
|
વિદેશ મંત્રાલયની હેલ્પલાઈન
ભારતીય વિદેશ મંત્રાલયે પણ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.












Click it and Unblock the Notifications
