For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

International Tiger Day 2021 : ઇતિહાસ, થીમ અને મહત્વ

The tiger is a royal and majestic animal. Tigers play an important role in maintaining the health and diversity of the ecosystem. The tiger is a high-class predator that comes at the top of the nutrition chain.

|
Google Oneindia Gujarati News

International Tiger Day 2021 : વાઘ એક રોયલ અને મોભાદાર પ્રાણી છે. વાઘ ઇકોસિસ્ટમની હેલ્થ અને ડાવર્સિટીને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વાઘ ઉચ્ચકોટીનો શિકારી જે પોષણશૃંખલા પર સૌથી ઉપર આવે છે. વાઘ જંગલના તૃણાહારી પ્રાણીઓની વસ્તી જાળવી રાખવામાં મહત્વનો ફાળો આપે છે, જેથી વનસ્પતિ પર આધારિત પ્રાણીઓ અને વનસ્પતિનું સંતુલન જળવાઇ રહે છે.

વનોના નિકંદનને કારણે આવાસમાં ઘટાડો, શિકાર, વાઘના શરીરના અંગોનો ગેરકાયદેસર વેપાર વાઘની વસ્તીના ઘટાડા પાછળના મુખ્ય પરિબળો છે. દુર્ભાગ્યની વાત છે કે, હાલ વાઘની પ્રજાતિ લુપ્ત થવાની નજીક છે. તેથી વાઘ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 29 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ અથવા ગ્લોબલ ટાઇગર ડે ઉજવવામાં આવે છે.

International Tiger Day 2021

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસનો ઇતિહાસ

જુલાઈ 29 તારીખ ઐતિહાસિક છે કારણ કે, આ દિવસે 2010 માં રશિયામાં યોજાયેલી સેન્ટપીટર્સબર્ગ ટાઇગર સમિટમાં ઘણા દેશોએ એક મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર વૈશ્વિક સ્તરે ઘટી રહેલી વાઘની વસ્તી વિશે જાગૃતિ લાવવા અને વાઘના કુદરતી વસવાટને બચાવવા અંગેનો હતો. આ ઉપરાંત વિવિધ દેશોના પ્રતિનિધિઓએ જાહેરાત કરી હતી કે, વાઘ વસ્તીવાળા દેશમાં વર્ષ 2022ના અંત સુધીમાં વાઘની વસ્તીને બમણી કરવા માટે નક્કર કામગીરી કરશે.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2021ની થીમ

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2021ની થીમ છે, તેમનો જીવન આપણા હાથમાં છે. (Their Survival is in our hands). કોરોના સંક્રમણને કારણે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2020ની ઉજવણી ઓનલાઇન કરવામાં આવી હતી. જો કે, આંતરારષ્ટ્રીય વાઘ દિવસનો કાર્યક્રમ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. ભારત વૈશ્વિક વાઘની લગભગ 70 ટકા વસ્તી ધરાવે છે, તેથી આ વાર્ષિક ઉજવણીમાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પર્યાવરણ વિભાગ દ્વારા વાઘ વાઘ સંરક્ષણ અને સંવર્ઘનના પ્રયત્નો થકી ભારતે વર્ષ 2022 પૂર્વે જ સફળતાપૂર્વક વાળની વસ્તી બમણી કરવાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો છે.

International Tiger Day 2021

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2021નું મહત્વ

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2021 મહત્વપૂર્ણ છે, કારણ કે વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ (WWF) અનુસાર જંગલી વાઘની વૈશ્વિક વસ્તી ફક્ત 3900 છે. વાઘ વિવિધ રંગોના હોય છે, જેમ કે સફેદ વાળ, કાળા પટ્ટાવાળા બ્રાઉન વાળ, કાળા પટ્ટાવાળા સફેદ વાઘ અને ગોલ્ડન વાઘ પણ જોવા મળે છે. વાઘને ચાલતા જોવા પણ એક રાજાશાહી લહાવો છે. અત્યાર સુધીમાં વાઘની ચાર જાતિઓ બાલી ટાઇગર, કેસ્પિયન ટાઇગર, જવાન ટાઇગર અને ટાઇગર હાઇબ્રિડ્સ લુપ્ત થઈ ચૂક્યા છે.

English summary
The tiger is a royal and majestic animal. Tigers play an important role in maintaining the health and diversity of the ecosystem. The tiger is a high-class predator that comes at the top of the nutrition chain. Tigers play an important role in maintaining the forest's herbivorous population, thus maintaining the balance of plant-based animals and plants. Habitat decline due to deforestation, hunting, illegal trade in tiger body parts are the main factors behind the decline in tiger population.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X