પૂર્વ IPS સંજીવ ભટ્ટે સંઘ અને કાઉમાસુત્ર પર આ કેવી ટિપ્પણી કરી?

Posted By:
Subscribe to Oneindia News

પૂર્વ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટે સંઘને લઇને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેના લઇને હવે વિવાદ ઊભો થયો છે. સંજીવ ભટ્ટે એક ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે "મેં સાંભળ્યું છે કે મનુસ્મૃતિની જેમ સંઘના લોકો કામસૂત્રનું એક પવિત્ર વર્ઝન લાવી રહ્યા છે. તે તેને કાઉમાસુત્ર કહેશે" સંજીવ ભટ્ટની આ ટિપ્પણી પછી સોશ્યલ મીડિયા પર તેમનું ટ્વિટ વાયરલ થઇ ગયું છે. અને અનેક લોકો આ અંગે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટ 1988 બેચના પૂર્વ આઇપીએસ અધિકારી છે. તેમની પર ગેરશિસ્તનો આરોપ છે. જેના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Sanjiv bhatt

સંજીવ ભટ્ટ અને ગુજરાત તથા મોદીના સાથેના તેમના સંબંધો પણ જગજાહેર છે. 2002માં થયેલા ગુજરાતના તોફાનો સમયે તેમણે ગુજરાતમાં બેઠેલી મોદી સરકારની ભૂમિકા પર સવાલો લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટ સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અનેક વાર મોદી, અમિત શાહ અને સંઘ પરિવાર તરફ ટિપ્પણી કરતા રહે છે. આ પહેલા પણ તેમણે તેમના ફેસબુક પર એક યુવતીનો યોગા કરતો વીડિયો મૂક્યો હતો. જેના કારણે પણ વિવાદ થયો હતો.

English summary
IPS Sanjiv bhatt says sangh is going to have a sanitized version of Kamasutra.
Please Wait while comments are loading...