શું ગુજરાત માટે બોજારૂપ છે યુપી-બિહારના લોકો?
ગુજરાતમાં ભારતના બીજા રાજ્યોના કામદારો સામે નફરત જેવી કોઈ વાત જ નથી રહી. આ પહેલી વાર આવુ બન્યુ છે.
28 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં 14 મહિનાની એક બાળકી સાથે બળાત્કાર થયો હતો. તેમાં રઘુવીર સાહૂ નામના એક બિહારી મજૂરને આરોપી બનાવવામાં આવ્યો. પોલિસે સાહૂની ધરપકડ પણ કરી લીધી છે. આ ઘટના બાદ ઉત્તર ગુજરાતમાં હિંદી ભાષીઓ પર હુમલા શરૂ થઈ ગયા છે. હુમલા બાદ તરત જ કોંગ્રેસ અને ભાજપમાં રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. ભાજપ નેતાઓએ અલ્પેશ ઠાકોર પર આરોપ લગાવ્યો કે તેમણે ઠાકોર સેના પાસે આ કરાવ્યુ છે. બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કોંગ્રેસ પર સીધો આરોપ લગાવ્યો અને કહ્યુ કે તેમની સરકારે આવા હુમલાઓને કડકાઈથી રોક્યા છે. શું બળાત્કારની ઘટનાના કારણે આ હુમલા અચાનક શરૂ થઈ દયા કે પછી આનો કોઈ રાજકીય હેતુ છે?

આ હુમલા રાજકીય ફાયદા માટે કરાવવામાં આવી રહ્યા છે
અમદાવાદના વરિષ્ઠ પત્રકાર આર કે મિશ્રા કહે છે કે ગુજરાતમાં બળાત્કારની આ કોઈ પહેલી ઘટના નથી. તે કહે છે, ‘રવિવારે જ અમદાવાદમાં 12 વર્ષની એક બાળકી સાથે બળાત્કાર થયો પરંતુ તેમાં તો આવુ કોઈ ધ્રુવીકરણ થયુ નહિ.' શું આ હુમલા રાજકીય ફાયદા માટે કરાવવામાં આવી રહ્યા છે? આર કે મિશ્રા કહે છે, ‘ભાજપે તત્કાળ કહ્યુ કે આમાં અલ્પેશ ઠાકેરની ભૂમિકા છે. અલ્પેશ ઠાકોર પર આવા આરોપોથી શંકા એટલા એટલા માટે વધી શકે છે કારણકે બળાત્કાર પીડિતા ઠાકોર જાતિની છે. અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે બિહારમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સચિવ બનાવીને મોકલ્યા છે. ભાજપનો અલ્પેશ ઠાકોર પર હુમલો સંપૂર્ણપણે રાજકીય છે. સમગ્ર ગુજરાતમાં બિહારના નહિ પરંતુ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સૌથી વધુ મજૂર છે. બંને રાજ્યોમાં ચૂંટણી છે અને કહેવામાં આવી રહ્યુ છે કે ભાજપની હાલત સારી નથી.'

રાજ્યવાદ એક નવો મુદ્દો પ્રયોગ તરીકે ઉપયોગ થઈ શકે છે
મિશ્રા કહે છે, ‘ભાજપ એક સંદેશ આપવા ઈચ્છે છે કે કોંગ્રેસે હિંદી ભાષીઓ પર હુમલા કરાવ્યા અને અમારી સરકારે સુરક્ષા આપી. મોદી જ્યાં સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યાં સુધી હિંદી ભાષીઓ પર આ પ્રકારના હુમલા નથી થયા. પરંતુ રાજકારણમાં સમયના હિસાબે ધ્રુવીકરણના પ્રકાર બદલાય છે અને અજમાવેલા પ્રકારો અપ્રાસંગિક થઈ જાય છે. મોદીના સમયમાં હિંદુ-મુસ્લિમનું ધ્રુવીકરણ હતુ. હવે એ રીતો જૂની થઈ ગઈ છે. એટલા માટે રાજ્યવાદ એક નવો મુદ્દો પ્રયોગ તરીકે ઉપયોગ થઈ શકે છે.' કોંગ્રેસનું કહેવુ છે કે ભાજપની સરકાર છે અને કાયદો વ્યવસ્થા તેના હાથમાં છે. કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ કહ્યુ કે જે પણ આમાં ગુનેગાર છે. સરકાર કાર્યવાહી કરે, નિવેદનબાજી નહિ. શું ખરેખર હિંદી ભાષીઓ અને ગુજરાતીઓમાં સમસ્યા છે? શું ગુજરાતી હિંદી ભાષીઓના આવવાથી નોકરી કરવાથી પોતાને અસુરક્ષિત સમજી રહ્યા છે?

ગુજરાત માટે હિંદી એ કોઈ પારકાની ભાષા નથી
ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર ભરત મહેતા કહે છે, ‘આ હુમલો મહેસાણાની આસપાસ થયો છે. આ એક તત્કાળ પ્રતિક્રિયા હોઈ શકે છે. હું વડોદરામાં રહુ છુ અને આ શહેરમાં બિન ગુજરાતીઓ ભરેલા છે. અહીં આવી કોઈ ઘટના નથી બની. ગુજરાતમાં માત્ર હિંદી ભાષીઓ જ મોટી સંખ્યામાં નથી પરંતુ ઉડિયા બોલતા લોકો પણ મોટી સંખ્યામાં છે. તેમના પર ક્યારેય આ પ્રકારના હુમલા નથી થયા.' મહેતા કહે છે, ‘ગુજરાતમાં ભારતના બીજા રાજ્યોના કામદારો સામે નફરત જેવી કોઈ વાત જ નથી રહી. આ પહેલી વાર આવુ બન્યુ છે. ગુજરાત માટે હિંદી એ કોઈ પારકાની ભાષા નથી. અહીં ઘરે ઘરે હિંદી ન્યૂઝ ચેનલ જોવામાં આવે છે. લોકો શોખથી હિંદી બોલે છે. મુંબઈમાં હિંદી અને હિંદી ભાષીઓ પ્રત્યે જે ભાવના છે તે ગુજરાતમાં નથી. એક મુશ્કેલી એ છે કે અહીં ગુજરાતીઓને કામ નથી મળતુ. પરંતુ મુશ્કેલી એ છે કે જેટલા ઓછા પૈસા અને મુશ્કેલી પરિસ્થતિમાં પ્રવાસી મજૂરો કામ કરી રહ્યા છે તે ગુજરાતીઓના વશની વાત નથી.'

કોઈ પ્રકારનો સાંસ્કૃતિક ટકરાવ પણ નથી
ગયા મહિને જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે એક એવો કાયદો લાવવામાં આવશે જેનાથી એ સુનિશ્ચિત થશે કે રાજ્યની ઈન્ડસ્ટ્રીમાં 80 ટકા નોકરી માત્ર ગુજરાતીઓને જ મળે. શું સરકાર આવી ઘોષણા કરીને એ જતાવવાની કોશિશ કરી રહી છે કે ગુજરાતની નોકરીઓ પર બીજા રાજ્યોના લોકો કબ્જો કરી રહ્યા છે? સુરતમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના નિર્દેશક પ્રોફેસર કિરણ દેસાઈ કહે છે, ‘સરકાર કોઈને કોઈ આવો ભડકાઉ મુદ્દો ઉભો કરવાની કોશિશ કરે છે, જેનાથી તેમની નિષ્ફળતાઓ છૂપાવી શકાય. સૌથી વધુ પ્રવાસી સુરતમાં છે. તેમ છતાં અહીં કોઈ હુમલા નથી થયા. જ્યાં આ હુમલા થયા ત્યાં કોઈ પ્રકારનો સાંસ્કૃતિક ટકરાવ પણ નથી. આ સમગ્ર મામલો રાજકીય છે. બેરોજગારીને મુદ્દો બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે. લોકોમાં બહારના રાજ્યો અંગે અસુરક્ષાની ભાવના કોઈ સહજ અને સ્વાભાવિક નથી. તેને જાણી જોઈને વધારવામાં આવી રહી છે. મુખ્યમંત્રીના નિવેદનને કોઈ આનાથી અલગ કરીને કેવી રીતે જોઈ શકે છે.'

પ્રવાસી મજૂરો વિના ગુજરાતનો ઉદ્યોગ ચલાવવો સરળ નથી
દેસાઈ કહે છે કે બેરોજગારોને આવા તર્ક પર ઉકસાવવા બહુ સરળ હોય છે કે તમારો હક કોઈ બીજુ મારી રહ્યુ છે. તેમણે કહ્યુ, ‘યુપી-બિહારના લોકો જેટલા ઓછા પૈસા અને સુવિધામાં કામ કરે છે તે ગુજરાતી ક્યારેય નહિ કરી શકે. શોષણની જે પરિસ્થિતિઓ સહન કરીને પ્રવાસી મજૂરો કામ કરે છે તે ડરાવનારી હોય છે. એટલા માટે આ કામ ગુજરાતી મજૂર નથી કરતા. હું આ પ્રકારના હુમલાને રાજકીય ડિપ્રેશનથી પણ જોડીને જોઉ છુ. પાટીદારોનું આંદોલન પણ બેરોજગારીના કારણે આવેલા ડિપ્રેશનનું જ પરિણામ છે.' દેસાઈ કહે છે કે હિંદી ભાષીઓ અને ગુજરાતીઓ વચ્ચે કોઈ પ્રકારનો સાંસ્કૃતિક ટકરાવ નથી. વરિષ્ઠ પત્રકાર આર કે મિશ્રાનું માનવુ છે કે પ્રવાસી મજૂરો વિના ગુજરાતનો ઉદ્યોગ ચલાવવો સરળ નથી. આ વાતને કિરણ દેસાઈ પણ માને છે અને કહે છે કે ગુજરાતમાં 2002 માં હુલ્લડ થયા ત્યારે સુરત હિંસાની આગથી અળગુ રહ્યુ હતુ. તેમનું કહેવુ છે કે આ પ્રકારનો ક્ષેત્રવાદ ફેલાયો તો ગુજરાતનો ઉદ્યોગ ચોપટ થઈ જશે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
