For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશરત કેસ : હવે CBI મોહન ઝાની પૂછપરછ શરૂ કરશે

|
Google Oneindia Gujarati News

isharat-jahan
અમદાવાદ, 25 જૂન : ગુજરાતના બહુચર્ચિચ ઈશરત જ્હાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ હવે આઈપીએસ અધિકારી મોહન ઝાની પૂછપરછ કરી શકે છે. વર્તમાન સમયમાં મોહન ઝા, ગુજરાતના ભાગેડુ આઈપીએસ અધિકારી પી પી પાંડેની જવાબદારી સંભાળી રહ્યાં છે.

સૂત્રો દ્વારા પ્રાપત માહિતી અનુસાર એક મહત્વના સાક્ષીને પોતાનું નિવેદન બદલી કાઢવાના આરોપમાં ઝાની પૂછપરછ થઇ શકે છે. આ સાક્ષીને પોતાની વાત બદલવા મજબૂર કરવા માટે ઝા જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

હાલ ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસની તપાસના આખરી દોરમાં પહોંચેલી સીબીઆઈ ગુજરાત હાઈકોર્ટે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે (સ્તર) રેકર્ડ કરેલા નિવેદનો ચકાસી રહ્યાં છે. આ કેસમાં સીબીઆઈ અધિકારીઓ સતિષ વર્માના એફિડેવિટના સંદર્ભમાં મોહન ઝાની પૂછપરછ કરનાર છે.

સતીશ વર્માએ આ એફિડેવિટમાં જણાવ્યું હતું કે ''આ કેસના મહત્ત્વના સાક્ષી અને પોલીસ કોન્સ્ટેબલ મોતી તળજા દેસાઈએ પોતાનું નિવેદન પાછળથી ફેરવી તોળ્યું તે માટે મોહન ઝા જવાબદાર છે.'' દેસાઈએ પોતાના પ્રારંભિક નિવેદનમાં એવું જણાવ્યું હતું કે ઈશરત અને અન્ય ત્રણનું વડોદરામાં વાસદથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને શહેરના સીમાડે આવેલા ખોડિયાર ફાર્મમાં નજર કેદ રાખવામાં આવ્યા હતા. જોકે મોતી તળજા દેસાઈએ પાછળથી પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું.

English summary
Isharat case : Now CBI will start inquiry of Mohan Jha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X