ઇશરત કેસ : CBI 24 મેએ ચાર્જશીટ ફાઇલ કરે એવી શક્યતા

isharat-jahan-fack-encounter
અમદાવાદ, 23 મે : રાજ્‍યભરમાં ચકચાર જગાવનાર ઈશરત જહાં નકલી એન્‍કાઉન્‍ટર કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ સામે તપાસનો સમયગાળો પૂર્ણ થતો હોવાથી સીબીઆઈ આગામી 24મી મે ના રોજ ચાર્જશીટ રજુ કરે તેવી સંભાવના છે.

બીજીતરફ કાયદાના નિષ્‍ણાંતોના મતે સીબીઆઈ સી.આર.પી.સી.ની કલમ - 167 મુજબ તપાસ એજન્‍સી મર્ડર કેસની તપાસ માટે 120 દિવસનો સમય લઈ શકે છે. સીબીઆઈએ આ કેસમાં જી.એલ. સિંધલની 21મી ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરી હતી જે ધરપકડને 21મી મે ના રોજ 70 દિવસ પૂર્ણ થઈ ગયા છે. તેથી સીબીઆઈ ચાર્જશીટ રજુ કરે તેવી સંભાવના છે.

ઈશરત જહૉં એન્‍કાઉન્‍ટર કેસની વિગત એવી છે કે વર્ષ 2004માં મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીની ચાર ત્રાસવાદીઓ હત્‍યા કરવા આવી રહ્યા હોવાની બાતમીનો આધાર લઈ શહેર ક્રાઈમ બ્રાન્‍ચે ઈશરત જહાં સહિત ચાર શખ્‍સોને એન્‍કાઉન્‍ટરમાં ઠાર મારી નાંખ્‍યા હતા. તપાસ દરમ્‍યાન એન્‍કાઉન્‍ટરમાં ઠાર મરાયેલ ચારેય શખ્‍સોને પહેલા કસ્‍ટડીમાં ગોંધી રાખ્‍યા હતા ત્‍યારબાદ તેમના ઠંડા કલેજે હત્‍યા કરી હોવાનું બહાર આવ્યું હતું.

ચારેય શખ્‍સોને ત્રાસવાદી દર્શાવી એન્‍કાઉન્‍ટર મોત દર્શાવી દેવામાં આવ્‍યું હતું. આ કેસમાં સીબીઆઈએ આઈ.જી. કક્ષાના આઈ.પી.એસ. ગીરીશ સિંધલ, ડી.વાય.એસ.પી. જે.જી. પરમાર અને તરૂણ બારોટ, પી.આઈ. ભરત પટેલ પોલીસ કમાન્‍ડો અંજુમ ચૌધરી અને ડી.વાય.એસ.પી. નરેન્‍દ્ર અમીનની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X