Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઇશરત કેસ : કોર્ટે પોલીસ અધિકારીના ધરપકડ વોરન્ટને ફગાવ્યું

isharat-jahan-fack-encounter
અમદાવાદ, 26 એપ્રિલ : સીબીઆઇની વિશેષ અદાલતા ગુરુવારે સીબીઆઇ દ્વારા વર્ષ 2004માં ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં તત્કાલીન એડિશનલ ડાયરેક્ટર ઓફ પોલીસ, સીઆઇડી (ક્રાઇમ) પી પી પાન્ડેની ધરપકડ માટેના વોરન્ટની કરેલી માંગણીને ફગાવી દેવામાં આવી છે.

જોકે કોર્ટે આ કેસમાં અન્ય એક આરોપી ડી જી વણઝારા સામે ટ્રાન્સફર વોરન્ટ આપ્યું છે. ડી જી વણઝારા હાલ સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિ નકલી એન્કાઉન્ટર કેસમાં જેલમાં બંધ છે.

ગુરુવારે ડીવાયએસપી અને તપાસ અધિકારી કલાઇમણિએ પાન્ડેના એરેસ્ટ વોરન્ટ માટે અરજી કરી હતી. તેમણે અરજીમાં જણાવ્યું હતું કે તેમને વધારાની તપાસ માટે સમન જોઇએ છે.

ઉલ્લેખનીય છે કે વિશેષ ન્યાયાધીશ એસ એચ ખુટવાદે એ મુદ્દે અરજી ફરાવી હતી કે આરોપીને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા નથી અને તેઓ ફરજ પર ચાલુ છે. ગુજરાત કેડરની વર્ષ 1980ની બેચના આઇપીએસ અધિકારી પાન્ડે ઇશરત જહાં, જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લાઇ, અમજદઅલી અકબરલી રાણા અને ઝાશાન જોહરના નકલી એન્કાઉન્ટર સમયે અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર હતા. આ નકલી એન્કાઉન્ટર 15 જૂન, 2004ના રોજ કરવામાં આવ્યું હતું.

ગુજરાત પોલીસે દાવો કર્યો હતો કે આ આતંકવાદીઓ શહેરમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે આવ્યા હતા. સીબીઆઇ કોર્ટે 21 ફેબ્રુઆરી, 2013ના રોજ અન્ય એક આરોપી ભરત પટેલ સામે એરેસ્ટ વોરન્ટ આપવાની ના કહી હતી. ત્યાર બાદ કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

ન્યાયાધીશે સીબીઆઇની વણઝારા અંગેની અરજીનો સ્વીકાર ક્યો હતો. વણઝારા ઇશરત કેસમાં આરોપી છે. આ ઉપરાંત સોહરાબુદ્દીન શેખ કેસમાં ફણ આરોપી હોવાથી વણઝારાને અન્ય આરોપીઓ સાથે મુંબઇ કોર્ટમાં ખસેડવામાં આવ્યા હતા.

હેવ સીબીઆઇને ઇશરત કેસમાં વણઝારાની કસ્ટડી જોઇએ છે. અત્યાર સુધીમાં આ કેસમાં ગુજરાત પોલીસના છ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આઇપીએસ અધિકારી જી એલ સિંઘલ, તરૂણ બારોટ, એન કે અમીન, જે જી પરમાર, ભરત પટેલ અને અનાજુ ચૌધરીનો સમાવેશ થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X