ચૈતર વસાવા મુદ્દે ઈશુદાન ગઢવીનું મોટુ નિવેદન, કહ્યું-બીજેપી વિરૂદ્ધ છડયંત્ર રચી રહી છે
કથિત ફોરેસ્ટ અધિકારીઓને ધમકાવવાના કેસમાં આમ આદમી પાર્ટીના ડેડિટાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે.
ચૈતર વસાવા મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ કહ્યું કે, આ બીજેપીની આદિવાસી વિરૂદ્ધ માનસિકતા છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના આઈકોન છે.

ઈશુદાન ગઢવીએ કહ્યું કે, બીજેપી આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે. આદિવાસી સમાજમાં રોષ છે. વન વિભાગે જમીન પર વાવેતર કાપ્યું અને ખેડૂતોનો ઉભો પાક બરબાદ કર્યો. આ પછી ખેડૂત અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે સમાધાન થયુ હતું.
તેમણે કહ્યું કે, 30 ઓક્ટોબરની ઘટનાની ફરિયાદ 2 નવેમ્બરે નોંધાઈ. કોઈ ફાયરિંગ કરાયુ નથી, પૂરાવા આપો. બીજેપીના ઈશારે ઉપજાવેલી ફરિયાદ છે. ઈસુદાન ગઢવીએ પોલીસ વિભાગ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, ચૈતર વસાવા ચૂંટણીનો પ્રચાર ન કરી શકે એ માટેનો આ કારસો છે.
જણાવી દઈએ કે, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની અને પીએ સામે ફરિયાદ બાદ હવે મોડી રાત્રે 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા. મહત્વનું છે કે, ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા.
આ બાદ ચૈતર વસાવાના પત્ની, પીએ અને ખેડૂતને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. વન વિભાગે ચૈતર વસાવા તેના પત્ની અને પીએ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદને લઈને સમર્થકોએ દેડીયાપાડા બંધનું એલાન આપ્યું છે. આ બંધને નિષ્ફળ કરવા જાતે સાંસદ મનસુખ વસાવા અને ભાજપના કાર્યકરો બજારમાં દુકાનો ખોલવા નીકળ્યા હતા અને પોલીસે પણ જોકે ડેડીયાપાડા ખાતે સવારે સજ્જડ પોલીસ બધોબસ્ત ગોઠવી દઈને દુકાનો ખોલવાં અપીલ કરી હતી.












Click it and Unblock the Notifications
