ISI એજન્ટ સિરાઝુદ્દીનને પાકિસ્તાન મોકલનાર ભુજથી ગાયબ

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, સિરાઝુદ્દીનના મોબાઇલ ડિટેઇલ્સ આધારે પોલીસે તપાસ હાથ ધરી. જેમાં અમદાવાદ અને ભૂજ કેન્ટોનમેન્ટના આર્મીના સ્ટાફ તથા સિવિલિયનોના નામ બહાર આવ્યા. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે, સિરાઝુદ્દીન સાથે અવારનવાર વાતો કરનાર એક શખ્સ ગુમ છે. આ શખ્સ સિરાઝુદ્દીનની ધરપકડનમા ટૂંક સમયમાં જ ગાયબ થતાં પોલીસની શંકા વધું મજબૂત બની હતી. પોલીસે આ વ્યક્તિની વિશેષ માહિતી જાણવા માટે સિરાઝુદ્દીનની સઘન પુછપરછ હાથ ધરી હતી.
જેમાં પોલીસે મળેલી માહિતી અનુસાર ગુમ થયેલા શખ્સે સિરાઝુદીનને પાકિસ્તાન, તાન્ઝાનિયા અને યુગાન્ડા જવા માટેના રૃપિયા આપ્યા હતા. અમદાવાદમાંથી પકડાયેલા આઈ.એસ.આઈ. એજન્ટ સિરાઝુદ્દીનનો દોરીસંચાર સરહદી જિલ્લા કચ્છના ભૂજની એક વગદાર વ્યક્તિના હાથમાં હોવાની આશંકા મજબૂત બની છે. ભૂજનો આ શખ્સ પકડાય તો ચોંકાવનારાં તથ્યો ખૂલવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.












Click it and Unblock the Notifications
