ઓસામા બિન લાદેન હતો વસીમ અને નઇમનો રોલ મોડલ
આઇએસઆઇએસના હેન્ડલર અને રાજકોટમાં પકડાયેલા આતંકવાદી વસીમ વચ્ચેની વાતચીતના કેટલાક અંશો જાણો અહીં.
શનિવારે મોડી રાતે ગુજરાત એટીએસ દ્વારા રાજકોટ અને ભાવનગર થી આઇએસઆઇએસ સાથે જોડાયેલા બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બંન્ને શંકાસ્પદ વ્યકિતઓ સગા ભાઇઓ છે, જેમનાં નામ છે વસીમ રામડિયા તથા નઇમ રામડિયા.

મુફ્તી કાસમના ફોનમાંથી મળ્યો હતો વસીમનો નંબર
એટીએસના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ યુપીથી પકડાયેલા મુફ્તી કાસમ કાજમીની કોલ ડિટેઈલ્સમાં વસીમ રામડિયાનો નંબર મળ્યો હતો. તેના આધારે એટીએસ છેલ્લા કેટલાક મહિનાઓથી તેને ટ્રેસ કરી રહ્યું હતું. આ ધરપકડ અંગે એટીએસ દ્વારા એનઆઇએ ને ઓફિશિયલી જાણ કરવામાં આવી છે તથા એનઆઇએ ની ટીમ આગામી બે-ત્રણ દિવસમાં વસીમની પૂછપરછ અર્થે ગુજરાત પહોંચે તેવી શકયતા છે. મુફ્તી કાસમની પૂછપરછ પણ એનઆઇએ કરી રહ્યું હતું.
મુફ્તી કાસમે લીધી હતી ગુજરાતની મુલાકાત
વસીમ અને નઈમ પર એટીએસનો ડોળો ત્યારથી હતો, જ્યારથી મુફ્તી કાસમની ગુજરાત મુલાકાતની વાત બહાર આવી હતી. વસીમની કાસમ સાથે વધુ એક્ટિવિટી જોવા મળતા તેના પર પોલીસે સતત નજર રાખી હતી. આ બંન્ને ભાઈઓએ કબુલાત કરી છે કે તેઓ ઓસામા બિન લાદેન અને અબુ બકર અલબગદાદીને પોતાનો રોલ મોડલ માનતા હતા અને સપના પણ તેના જ જોતા હતા.
વસીમ-નઇમ છેલ્લા 2 વર્ષથી ISISના સંપર્કમાં
મુફ્તી કાસીમના 9811XXX736 નંબર પર વસીમ તેની સાથે સંપર્કમાં હતો. ગુજરાત એટીએસ દ્વારા આ બંને નંબરો સર્વેલન્સમાં હતા. આઇએસઆઇએસ નું નેટવર્ક વધારવા માટે વસીમ તેના ભાઈ નઈમ સાથે વાત કરતો હતો, બંને ભાઈઓ કમ્પ્યૂટર એક્સપર્ટ છે અને છેલ્લા 2 વર્ષ સલામત સોશિયલ મીડિયા એપ્લિકેશનના ઉપયોગ દ્વારા તેઓ આઇએસઆઇએસના સંપર્કમાં હતા. આ બંન્ને ભાઇઓ આઇએમઓ એપ્લિકેશનથી વાતો કરતા.
વસીમની પત્નીની પણ સંડોવણી
પોલીસને આ સમગ્ર મામલે વસીમની પત્ની શાહઝિનની પણ સંડોવણી હોવાની શંકા પડી છે. વસીમ અને તેની પત્ની શાહઝિન વચ્ચેની વાત પણ ઇન્ટરસેપ્ટ કરાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શાહઝિને જ વસીમને ચોટીલાના ધાર્મિક સ્થળે હુમલો કરવા માટે તૈયાર કર્યો હતો. વસીમ ચોટીલામાં આતંકી હુમલો કરવા ગયો પણ હતો, પરંતુ તેની હિંમત ન ચાલી.
વસીમ-નઇમના પિતા આરિફ રામડિયા

તેમના ફોનમાં વસીમની બિગ કેટ નામના આઇએસઆઇએસ હેન્ડલર સાથેની વાતચીત મળી આવી છે, સાથે જ અન્ય બે આઇડી પણ મળ્યા છે. હેન્ડલરે વસીમને કાફીરોને મારવા કહ્યું હતું અને વસીમ લૂંટ કરીને એક કાફિરની હત્યા કરવા સંમત થયો હતો.
આઇએસઆઇએસના હેન્ડલર અને રાજકોટમાં પકડાયેલા આતંકવાદી વસીમ વચ્ચેની વાતચીતના કેટલાક અંશો જાણો અહીં.
ફોન 1
વસીમ - મેં 150 ગ્રામ એક્સપ્લોઝિવ મટીરિયલ ખરીદી લીધું છે.
હેન્ડલર - 150 ગ્રામ સે કૂછ નહીં હોતા, કમ સે કમ 400 ગ્રામ ચાહિયે. તુમ ફટાકે ખરીદ કર ઉસ સે એક્સપ્લોઝિવ બનાના શુરૂ કરો.
ફોન 2
વસીમ - મુકમ્મલ કામ કે લિયે તૈયાર હૈ.
હેન્ડલર - કીલ કાફીર એન્ડ મેક વીડિયો શૂટ
વસીમ - એક કાફીર કા કત્લ કરના હૈ, જો મેરે શહર સે 30 કિ.મી. કી દૂરી પર રહેતા હૈ, જહાં ઈનકા બડા ફેમસ મંદિર હૈ, જહાં ભૂત ભગાયે જાતે હૈ.
ફોન 3
હેન્ડલર - વસીમ કૂછ ઈન્તઝાર કરના હોગા.
વસીમ - કૂછ માલ (એક્સપ્લોઝિવ) કા ઈન્તઝામ કરના હોગા, ઓર જલ્દી હી હો જાયેગા
હેન્ડલર - ઈન્શાહ અલ્લાહ
ફોન 4
હેન્ડલર - ભાઈ દેખ એસા હોગા કી, સામાન કીસી જગહ પર તૈયાર મિલેગા. આપ કો ટારગેટ પર જા કર રખના હોગા.
વસીમ આ મામલાને અંજામ સુધી પહોંચાડે એ પહેલાં જ પોલીસ દ્વારા તેને ઝડપી લેવાયો. હાલ આ બંન્ને ભાઇઓની પૂછપરછનો દોર ચાલી રહ્યો છે.












Click it and Unblock the Notifications
