For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ આજે ગુજરાતની નર્મદા વિરુધ્ધ રહેનાર મેઘાપાટકરના ખભે હાથ મૂકી ચાલી રહી છે: જે. પી. નડ્ડા

આજરોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડ

|
Google Oneindia Gujarati News

આજરોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લાની ભૂમી એ સંતોની, વીરોની ભૂમી છે. આ ધરતી ઉપર આવવાથી મને વારંવાર વંદન કરવાનું મન થાય છે. આ ધરતીએ સામાજીક, ધાર્મિક, રાજનિતીક યોગદાન ભૂલી શકાય તેમ નથી. સમગ્ર ગુજરાતની ભૂમી સંતો, વીરો, શુરવીરો અને રાજનીતીક મહાનુભાવોથી ભરપૂર ભૂમી છે. ગુજરાત મોડેલની ગંગોત્રી જ ગુજરાત છે.

NARENDRA MODI

ગુજરાતે છેલ્લા ૨૦ વર્ષોમાં વિકાસની હરણફાળ ભરી દેશ અને દુનિયામાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉમેદવાર જેઠાભાઇને જંગી બહુમતીથી જિતાડવાની જવાદારી તમારા સૌની છે તેમને કમળના સ્વરૂપમાં ગુજરાત વિધાનસભામાં મોકલશો તો તમારૂ પણ રાજનીતિક યોગદાન ગણાશે.

રાષ્ટ્રીય અધ્યક્ષએ વધુમાં જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લો આદિવાસીઓનો વિસ્તાર છે. કોંગ્રેસના શાસનમાં આદિવાસીઓ અને જનજાતિના લોકોના વિકાસ અર્થે કોઇ દિશા ન હતી કે કોઇ વિચાર પણ નહોતો કર્યો. આદિવાસી ભાઇઓ અને જનજાતિ ભાઇઓના વિકાસ અર્થે જો કોઇએ ચિંતા કરી હોય તો તે માત્ર ભારતીય જનતા પાર્ટીએ અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યો છે. નરેન્દ્રભાઇ મોદી સાહેબે આદિવાસી ભાઇઓની તસવીર અને તકદીર બનાવવાની દિશામાં કામ કર્યુ છે. દેશને આઝાદ થયા ૭૫ વર્ષ થયાં છે ત્યારે દેશ અને રાજ્યમાં કોંગ્રેસ શાસનમાં ક્યારેય પણ જનજાતિ ગૌરવ દિવસ મનાવવાનો વિચાર શુધ્ધા પણ નથી કર્યો. ટ્રાયબલ ઇન્સ્ટિટ્યુટ બનાવવાનો વિચાર પણ નથી કર્યો. આદિવાસી ભાઇઓના યોગદાન માટે સંગ્રહાલય કે રાષ્ટ્રીય સંસ્થાન ઉપર રીસર્ચ કરવાનો વિચાર નથી કર્યો. દેશને સમર્પિત નરેન્દ્રભાઇ મોદી સાહેબે આદિવાસીઓના ઉત્થાન માટે અનેક કાર્યો કર્યા છે. ઓ. બી. સી. ભાઇઓ માટે કોંગ્રેસે કમિશન પર કમિશન બેસાડ્યા હતાં અને પરિણામ શુન્ય મળ્યું છે. ભાજપા સરકારમાં નરેન્દ્રભાઇ મોદી સાહેબે ઓ.બી.સી. કમિશનને સંવૈદ્યાનિક દરજ્જો આપવામાં આવ્યો છે.

જે. પી. નડ્ડા સાહેબે વધુમાં જણાવ્યું હતું કે, આગામી તા. ૫મી ડિસેમ્બરે યોજાનાર મતદાનમાં પંચમહાલ જિલ્લામાંથી જેઠાભાઇ ભરવાડના રૂપમાં કમળને સૌથી વધુ લીડ સાથે ગુજરાત વિધાનસભામાં મોકલી આપવા અપીલ કરી હતી. જેઠાભાઇ ભરવાડના સમર્થનમાં યોજાયેલ આ જનસભામાં શહેરા વિધાસભા સીટના ઉમેદવાર જેઠાભાઇ ભરવાડ, પંચમહાલ જિલ્લાના પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, શહેરા તાલુકા ભાજપા પ્રમુખ મગનભાઇ પટેલ, જિલ્લા અને તાલુકા સંગઠનના હોદેદારો, ચૂંટાયેલી પાંખના પ્રતિનિધીઓ હાજર રહ્યાં હતાં.

English summary
It's Gujarat, people of Gujarat never take freebies: JP Nadda
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X