4 માસની બાળકીનું જામનગરમાં ઇન્જેક્શન બાદ મોત!

Subscribe to Oneindia News

સરકાર દ્વારા અવાર નવાર પ્લસ પોલિયો અભિયાન હેઠળ 0 થી 5 વર્ષના બાળકોને આ બિમારીથી બચાવવા પ્લસ પોલિયોના બે ડ્રોપ્સ આપવામાં આવે છે. સામાન્ય રીતે હાનિકારક ન હોય તેવા આ પ્લસ પોલિયાના ડ્રોપથી મોટે ભાગે કોઇ બાળકને કોઇ પ્રકારનું નુક્શાન નથી થતું. પણ જામનગરમાં એક તેવા કિસ્સો બન્યો છે જે હવે ચર્ચાનો મુદ્દો બની ગયો છે. જામનગર શહેરમાં સાધના કોલોની નજીક આવેલા વસંત વાટીકામાં એક પરીવારમાં ચાર માસની બાળકીનું મોત થયું છે. બાળકીના પરિવારજનનો આક્ષેપ છે કે, શનિવારે સરકારી હોસ્પીટલમાં પલ્સ પોલીયો અને રસીના ઈજેકશન આપ્યા બાદ બાળકીને રીએકશન આવતા આવું થયું છે.

child

વસંત વાટીકામાં રહેતા યોગેશ ધામેચાની ચાર માસની બાળકીને શનિવારે સરકારી હોસ્પીટલમાં પલ્સ પોલીયોના ટીપા અને રસીકરણ માટેના ઈજેકશન આપ્યા હતા. પરંતુ ઈંજેકશન આપ્યા બાદ તેની તબીયત બગડી હતી અને ફરી હોસ્પીટલમાં લાવવામાં આવી હતી. અને સારવાર દરમિયાન તેનુ મોત થયુ હતુ. પરીવારજનોનો આક્ષેપ છે કે ઈન્જેક્શનનાં રીએકશનના કારણે જ બાળકીનું મોત થયુ છે. બાળકીના મોત બાદ વાલીએ પોલિસને જાણ કરી હતી. અને ઈન્જેકશનનુ રીએકશન કારણે મોતનો આક્ષેપ કરતાં બાળકીનુ પીએમ કરવામાં આવ્યુ હતુ. બાળકીનાં પીએમ રીપોર્ટ આવ્યા બાદ મોતનુ સાચું કારણ બહાર આવશે.

English summary
Jamnagar: 4 month old girl died after polio drops. Read detail news on this.
Please Wait while comments are loading...