કાલાવડ-ધોરાજી રોડ પર ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના ઘટના સ્થળે મોત

કાલાવડ-ધોરાજી રોડ પર ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના ઘટના સ્થળે મોત

જામનગરઃ કાલાવડ-ધોરાજી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કર થતાં અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે 6 લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે. અન્ય 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને તપાસ હાથ ધરી છે.

accident

અકસ્માતને પગલે પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. કાર અને ટ્રક વચ્ચે થયેલ આ ધ્રુજાવી નાખે તેવા આ અકસ્માતે એક જ પરિવારના 6 લોકોના ભોગ લઈ લીધા છે. મૃતકોની હજી ઓળખ નથી થઈ શકી. પરિવાર કારમાં ક્યાં જઈ રહ્યો હતો અને મૃતકો કોણ છે તથા કયા કારણોસર અકસ્માત થયો છે તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અકસ્માત એટલો ભયંકર છે કે મૃતકોની ઓળખ થઈ શકવી મુશ્કેલ છે. ટ્રક ચાલકની બેદરકારીને કારણે અકસ્માત થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. અકસ્માત બાદ ટ્ર ચાલક ઘટના સ્થળે જ ટ્રક મૂકીને ભાગી ગયો છે. પોલીસે નંબર પ્લેટની મદદથી ટ્રક ચાલક અને મૃતકોની ઓળખ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. હજુ આ મામલે પોલીસનું કાંઈ નિવેદન સામે આવ્યું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X