કાલાવડ પાસે ટ્રીપલ અકસ્માતમાં 2ના મોત, 11 ઈજાગ્રસ્ત

Subscribe to Oneindia News

જામનગરમાં કાલાવડના સુરસાંગડા ગામના વળાંક નજીક રવિવારે વહેલી સવારે એસટી બસ, ટેન્કર અને જીપ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટ્રીપલ અકસ્માતમાં બેનાં મોત નીપજ્યા હતા અને અન્ય 11 લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતનો અવાજ સાંભળતા સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર દોડી આવ્યા હતા. સ્થાનિકો અને બસના મુસાફરો દ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. અકસ્માતને કારણે થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો.

jamnagar triple accident

મળતી માહિતી મુજબ, કાલાવડ-રાજકોટ હાઇવે ઉપર આવેલા સુરસાંગડા ગામ પાસે વહેલી સવારે એસટી બસ, ટેન્કર અને જીપ વચ્ચે ટ્રીપલ અકસ્માત થોય હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલ 20 વર્ષના યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર હાલતમાં અન્ય એક વ્યક્તિને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી. હોસ્પિટલના રસ્તે જ આ વ્યક્તિએ દમ તોડ્યો હતો. અકસ્માતમાં અન્ય 11 લોકોને ઇજા પહોંચી હતી, જેમાંથી 4 લોકોની હાલત ગંભીર છે.

jamnagar triple accident
English summary
Jamnagar: Triple accident between S.T.Bus, tanker and jeep on Kalavad-Rajkot highway. 2 died, 11 injured.
Please Wait while comments are loading...