જામનગરના લાખોટા તળાવને ઊંડુ કરવાની કામગીરીનો પ્રારંભ

jamnagar-lakhota-pond
જામનગર, 23 એપ્રિલ : જામનગરની શાન સમા લાખોટા તળાવને ઉંડું ઉતારી જળસંગ્રહ ક્ષમતામાં વધારો કરવાની કામગીરીનો શિક્ષણ મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદીએ રવિવારની સાંજે પ્રારંભ કરાવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા જામનગર કોર્પોરેશનને વિશેષરૂપે ફાળવેલ 10 કરોડથી વધુ ગ્રાન્ટમાંથી રૂપિયા 1.53 કરોડના ખર્ચે આ કામ હાથ ધરવામાં આવ્યું છે. આ માટે 4 હિટાચી મશીન એક જે.સી.બી. તેમજ ડમ્પર અને ટ્રેક્ટરની મદદથી શરૂઆતમાં 8થી 10 કલાક અને પછીથી 24 કલાક આ કામગીરી હાથ ધરવામાં આવશે.

તળાવમાંથી નીકળતું મટીરીયલ્સ કોઇ ૫ણ આસામી સંસ્થાને વિનામૂલ્યે ભરી આ૫વામાં આવશે. તળાવ ઉંડું ઉતારી તેના મટીરીયલ્સમાંથી તળાવ પાર્ટ એકમાં બે અને એક ભાગમાં એક એમ કુલ ત્રણ સ્થળોએ પક્ષીઓના આશ્રય સ્થાન માટે બર્ડ માઉન્ટેન બનાવવામાં આવશે. જેનાથી તળાવ પાણીથી ભરાયેલ હોય ત્યારે ૫ણ પક્ષીઓ આ આઇલેન્ડ ૫ર વસવાટ કરી શકશે તેમ કોર્પોરેશન દ્વારા જણાવાયું છે.

તળાવ ઉંડું ઉતારી તેના મટીરીયલ્સમાંથી આર.ટી.ઓ. થી મીગ કોલોની સુધીની જર્જરીત રીટેઇનીંગ વોલ તથા રીટેઇનીંગ વોલના સ્ટ્રેન્ધનીંગ માટે પાળાઓ બનાવવામાં આવશે તેમજ આ મટીરીયલ્સમાંથી શહેરના જુદા જુદા રસ્તાઓના વાઇડનીંગ તેમજ ખાડાવાળી જગ્યાઓનુ લેવલીંગ પણ કરવામાં આવશે.

આ કામગીરીના પ્રારંભે યોજાયેલ સમારોહમાં ઉ૫સ્થિત જનમેદનીને સંબોધતા પ્રો. વસુબેન ત્રિવેદીએ કહ્યું કે, મુખ્યમંત્રીની વિકાસની રાજનીતિ થકી ગુજરાત ધબકતું થયું છે. નર્મદા આધારિત સૌની યોજના કાર્યાન્વીત કરવામાં આવી છે. તળાવો-ડેમમાંથી કાં૫ ઉલેચી બહાર કાઢી જળાશયોની પાણીની સંગ્રહ શક્તિ વધારવામાં આવી રહી છે. આ તમામ કામો આવનાર વર્ષોમાં સૌ માટે આશીર્વાદરૂ૫ બનશે.

લાખોટા જળસંચય સમિતિને કાં૫ કાઢવા રૂપિયા 50 લાખની ફાળવણી કરવામાં આવી છે, તેમ જણાવી ત્રિવેદીએ કહ્યું કે, લાખોટા તળાવ સાથે જામનગરવાસીઓની લાગણી જોડાયેલી છે. જામનગરનાં રાજવી દ્વારા બંધાયેલ જામનગરનું આ અણમોલ ઘરેણું આ૫ણે સૌએ સાચવવાનું છે. તેમાં સૌ લોકો સહયોગી બને તે આજના સમયની જરૂરીયાત છે તેમ તેમણે ઉમેર્યું હતું.

જામનગરના મેયરે કહ્યું કે, જામનગરવાસીઓના હદયસમા આ લાખોટા તળાવની કાળજી અંગે સ્વૈચ્છિક સંસ્થાઓ, ખાનગી કં૫નીઓએ ૫ણ ચિંતા સેવી છે ત્યારે જામનગરનાં પાણીના તળ જીવંત રાખવા આ તળાવને સંપૂર્ણ પારદર્શક વહીવટથી ઊંડું ઉતારી મુખ્યમંત્રીની પારદર્શક વહીવટની ભાવનાને સાકાર કરવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X