જામનગરને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ મળશે, રાજ્ય સરકારે મંજુરી આપી

જામનગરમાં ટૂંક સમયમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ માટે રાજ્ય સરકારની મંજુરી મળી ગઈ છે. આ સુવિધા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભૂમિપૂજન કરશે.

Jamnagar

અહેવાલો અનુસાર, આ સ્પોર્ટ કોમ્પલેક્ષને ઓલ્ડ બ્રુક બોન્ડની જમીનમાં બાંધવામાં આવશે. આ કોમ્પલેક્ષ 400 મીટરના રનિંગ ટ્રેક સહિત ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારની રમતોને આવરી લેશે.

આ સુવિધા 20 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવશે. સૂચિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર હોલ બિલ્ડિંગ, ફૂટબોલ ગ્રાઉન્ડ સાથે 400 મીટર બી લેન એથ્લેટિક ટ્રેક, વોલીબોલ કોર્ટ, ખો-ખો, કબડ્ડી, લૉન ટેનિસ, બાસ્કેટ બોલ કોર્ટ, ટોઇલેટ બ્લોક, પાર્કિંગ, એન્ટ્રી ગેટ અને સુરક્ષાની જોગવાઈ હશે.

જણાવી દઈએ કે, લાંબા સમયથી જામનગરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની માંગણી થઈ રહી હતી. આ માટે ધારાસભ્ય રિવાબા જાડેજાએ સરકારને પત્ર પણ લખ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X