જનવેદના દ્વારા ગુજરાતમાં કોંગ્રેસે ભારતના અર્થતંત્રનું કર્યું બેસણું

Posted By:
Subscribe to Oneindia News

નોટબંધી બાદ લોકોને જે મુશ્કેલીઓ પડી રહી છે તેને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ દ્વારા સોમવારે આણંદ ખાતે જનવેદના સંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. ત્યારે આ સભામાં ભરત સોલંકી સમતે અહમદ પટેલ, શંકર સિંહ વાધેલા જેવા તમામ કોંગ્રેસી નેતાઓએ હાજરી આપી હતી. કોંગ્રેસે આ પ્રસંગે જણાવ્યું હતું કે 8 નવેમ્બર 2016 બાદ ભારત દેશનું અર્થતંત્ર સ્વર્ગવાસ પામ્યું છે. અને આ માટે તેમણે ખોટી ડીગ્રી વાળા લોકો પર પણ આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે આ દ્વારા તેમણે નરેન્દ્ર મોદી અને તેમના ખોટા ડિગ્રી વિવાદ પર પણ નિશાનો શોધ્યો હતો.

bharat solanki
Congress


વધુમાં ભરત સિંહ સોલંકીએ પીએમ નરેન્દ્ર મોદીને મુગલ શાસક મોહમ્મદ તગલગ સાથે સરખાવ્યા. સાથે જ કહ્યું કેટલાક કેટલાક લોકોને વધુ પડતા ડાહ્યા હોવાની આદત હોય છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની જીત અંગે બોલતા સોલંકીએ કહ્યું કે ભાજપ હવે ડરી ગયું છે. વધુમાં ફિક્સ પગારદારોનું પગાર ધોરણ વધારવા માટે પણ કોંગ્રેસના પ્રદર્શનો જવાબદાર રહ્યા હોવાનું કહીં તેમણે જશ ખાટ્યો હતો. તેમણે કહ્યુ કે પ્રજા હવે ખોટા વચન આપનારને ઓળખી ગઇ છે. અને પાંચ રાજ્યોની આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો વિજય થશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

Congress


નોંધનીય છે કે 2017ની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ હાલથી જ સક્રિય થઇ રહી છે. અને અનામતથી લઇને ફિક્સ પગાર અને નોટબંધી જેવા અનેક મુદ્દાઓ પર સરકારને આડે હાથે લેવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે આવનારી વિધાનસભામાં કોંગ્રેસનો આ આશાવાદ સાચો સાબિત થાય છે કે કેમ તે હવે જોવું જ રહ્યું.

Congress
English summary
Janvedna Sammelan : Bharat solanki called Narendra Modi Muhammad Tughlaq. Gujarat congress held janvedna sammelan at Anand. Read more here
Please Wait while comments are loading...