જસદણ પેટા ચૂંટણીઃ નાકિયાને ન મળ્યો અવસર, કુંવરજીભાઈ બાવળિયાની જીત
જસદણ પેટા ચૂંટણી રિઝલ્ટ Live: અવસર કે બાવળિયા? કોણ જીતશે
રાજકોટઃ રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભા સીટ પર થયેલ પેટા ચૂટણીના આજે પરિણામ જાહેર થશે. અહીં ગુરુવારે પેટાચૂંટણી યોજાઈ હતી. આ સીટ પરથી ભાજપના કુંવરજી બાવળિયા અને કોંગ્રેસના અવસર નાકિયા વચ્ચે ખડાખડીનો ખેલ જામ્યો છે. બાવળિયા 2017માં આ સીટ પરથી કોંગ્રેસ તરફથી જીતી ચૂક્યા છે. બાદમાં તેમણે જુલાઈ 2018માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપે એ જ દિવસે બાવળિયાને મંત્રી બનાવી દીધા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી આ સીટ પર અવસર નાકિયાને ટિકિટ આપવામાં આવી છે જેઓ રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય છે. ઉલ્લેખીય છે કે નાકિયા પહેલી વખત વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે જ્યારે કુંવરજી બાવળિયા પાંચ વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. જસદણ વિધાનસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય છ ઉમેદવારો મેદાનમાં છે. આ સીટ પર કુલ 2.32 લાખ રજિસ્ટર્ડ મતદાતાઓ છે.

READ MORE












Click it and Unblock the Notifications
