ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદાનું મૃત્યુ થયું
ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા ખેલાડી જસપ્રીત બુમરાહના શુક્રવારે ગુમ થયેલ દાદાનો રવિવારે મૃતદેહ મળ્યો. સાબરમતી ખાતેથી તેમનો મૃતદેહ મળ્યો. આ અંગે વધુ વાંચો અહીં.
ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા ખેલાડી જસપ્રીત બુમરાહના દાદાનો રવિવારે સવારે મૃતદેહ સાબરમતી માંથી મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર જસપ્રીતના દાદા સંતોકસિંહ છેલ્લા ઘણા વર્ષોથી તેના પૌત્ર જસપ્રીતને મળવા માંગતા હતા. આથી થોડા દિવસ પહેલા સંતોકસિંહ ઉત્તરાખંડથી અમદાવાદ આવ્યા હતા. 5 ડિસેમ્બરના રોજ જસપ્રીતનો જન્મદિવસ હોવાથી છેલ્લા 17 વર્ષથી તેને મળવાની ઇચ્છા સાથે તેઓ અમદાવાદ આવ્યા હતા. પરંતુ કોઈક કારણોસર તેમનું પૌત્ર સાથે મળવાનું ન થતા તેઓ ઘણા ઉદાસ થઈ ગયા હતા અને બે દિવસ પહેલા અચાનક ઘર છોડીને જતા રહ્યા હતા.

સંતોકસિંહ ઘરે ન હોવાની જાણ થતા તેની દિકરીએ શુક્રવારે તેમના ગુમ થવાની ફરિયાદ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. તે બાદ પોલીસે તેમની શોધ ખોળ શરૂ કરી હતી. અચાનક રવિવારે સવારે તેમનો મૃતદેહ સાબરમતીમાંથી મળી આવ્યો હતો. આ અંગે આગળની તપાસ ચાલી રહી છે. સાથે જ સીસીટીવી તપાસ કરીને પણ આ વાતનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
