For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટ્સઅપ ચેટ પછી મેવાણીને સતાવી રહ્યો છે એનકાઉન્ટરનો ડર

એડીઆર પોલિસ એન્ડ મીડિયા નામે એક વોટ્સગ્રુપ ગ્રુપની ચેટ સામે આવી છે જે પછી જિજ્ઞેશ મેવાણીએ પોતાના પ્રાણને ખતરો છે તેમ કહ્યું છે. જાણો આ અંગે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના વડગામમાં પહેલી વારમાં જ ચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા જિજ્ઞેશ મેવાણીના જીવને ખતરો છે. આ વાત ખુદ જિજ્ઞેશ મેવાણીએ જ જાહેર કરી છે. મેવાણીએ આ સાથે જ પોતાની સુરક્ષાની ચિંતા પણ જાહેર કરી છે. થયું એવું કે એડીઆર પોલિસ એન્ડ મીડિયા નામે એક વોટ્સગ્રુપ ગ્રુપની ચેટ સામે આવી છે જે પછી જિજ્ઞેશ મેવાણીએ પોતાના પ્રાણને ખતરો છે તેમ કહ્યું છે. શુક્રવારે આ ગ્રુપની ચેટ વાયરલ થતા આ સમગ્ર મુદ્દો બહાર આવ્યો છે. આ વોટ્સઅપ ગ્રુપમાં બે વીડિયો શેર કરવામાં આવ્યા છે. એક વીડિયોમાં પોલિસ એક વ્યક્તિને મારી રહી છે જેને રાજનેતા જેવા કપડાં પહેરા છે. અને બીજા વીડિયોમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. યોગી આદિત્યનાથ પ્રદેશમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા એનકાઉન્ટર વિષે જણાવી રહ્યા છે. આ બંન્ને વીડિયો આ ગ્રુપમાં મોકલવામાં આવ્યા પછી.

jignesh

તે અમદાવાદ ડીસીપીના મેસેજ ગ્રુપમાં આવે છે. જેમાં તે કહે છે કે જે લોકો પોલીસને પોતાના બાપ બનાવવા માંગે છે અને પોલીસને પત્થરના ટુકડા સમજે છે. તે લોકો પોલીસના વીડિયો લેતી વખતે એ વાત ના ભૂલવી જોઇએ કે પોલીસ તમારી સાથે કેવો વ્યવહાર કરશે. આ મેસેજ પછી અમદાવાદના ગ્રામીણ એસપી થમ્સ અપ અને ઇમોજી મોકલે છે. આ મેસેજ પછી ડીસીપી આરબી દેવધાએ કહ્યું કે મેં ખાલી આ મેસેજને કોપી પેસ્ટ કર્યું છે અને તેને ફોરવર્ડ કર્યું છે. અને તેને ખોટી રીતે લેવામાં આવે છે. તેણે કહ્યું કે આ કોઇ વ્યક્તિગત મેસેજ નથી અને ના જ આ કોઇ ધમકી છે. જો કે આ વોટ્સઅપ ચેટ વાયરલ થયા પછી મેવાણીએ ટ્વિટ કર્યું કે જિજ્ઞેશ મેવાણીનું એનકાઉન્ટર? આ છે વોટ્સઅપમાં પોલીસની ચેટની લિંક. જેમાં બે પોલિસવાળા એનકાઉન્ટરની વાત કરી રહ્યા છે. મારું એેનકાઉન્ટર થઇ શકે છે. શું તમે આ વાત પર વિશ્વાસ કરી શકો છો. મેવાણીએ કહ્યું આ એક ગંભીર મામલો છે. અને જો બે મોટા પોલીસ અધિકારી આવી વાત કરતા હોય તો હું ડીજીપી, ગૃહ મંત્રી, ગૃહ સચિવની પાસે આ અંગે ફરિયાદ કરીશ. નોંધનીય છે કે 18 ફેબ્રુઆરીએ આ વીડિયો વાયરલ થયો હતો. જેમાં મેવાણીને પોલીસે ધરપકડ કરી હતી અને પોલીસ સાથે તેની બોલચાલ થઇ હતી.

English summary
Jignesh Mevani fears of encounter after whatsapp chat of cops goes viral. He says police wants to kill me.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X