જીજ્ઞેશે કરી હાર્દિક પટેલ સાથે મુલાકાત, આપ્યું આ વચન

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ પદેથી વડગામમાં વિજય મેળવ્યા પછી દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ, હાર્દિક પટેલની સાથે મુલાકાત કરી હતી. આ અંગે હાર્દિક પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું. હાર્દિક પટેલના ઘરે જીજ્ઞેશ મેવાણી મળવા પહોંચતા હાર્દિક પટેલે જીત માટે તેને શુભકામના પાઠવી હતી. તો સામે પક્ષે જીજ્ઞેશ મેવાણીએ પણ હાર્દિક પટેલને વિધાનસભામાં તેના મુદ્દા ચર્ચવા મામલે ખાતરી આપી હતી. આમ ચૂંટણી પછી બંન્ને યુવા નેતાઓએ આ અંગે મુલાકાત કરી હતી.

Jignesh-Hardik

વધુમાં હાર્દિક પટેલે જણાવ્યું કે સમાજના મુદ્દા પર અમે અમારી લડત ચાલું રાખીશું. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી જ્યાં એક તરફ ભાજપની જીત થઇ છે. ત્યાં જ આ યુવા નેતાઓના ભવિષ્ય અંગે અટકળો પણ શરૂ થઇ છે. જ્યાં હાર્દિક પટેલે આવનારા સમયમાં આંદોલન વધુ ક્રાંતિકારી બનાવી શહેરી લોકોને પણ તેમાં જોડવાની વાત કરી છે. ત્યાં જ જીત પછી જીજ્ઞેશ મેવાણી પણ 2019માં દલિતો વોટ મોદીને નહીં આપવા કમર કસી છે. ત્યારે 2017 પછી 2019માં પણ આ યુવા નેતા મોદીની મુશ્કેલી વધારતા રહેશે તે વાત નક્કી છે.

English summary
Jignsh Mewani And hardik Patel Meeting in Ahmedabad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.