
જાણો તમારા ઉમેદવારને: ભાવનગર દક્ષિણથી ભાજપના જીતુભાઈ વાઘાણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ભાવનગર દક્ષિણની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે જીતુભાઈ વાઘાણીની પસંદગી કરવામાં આવી છે. તો જીતુભાઈ વાઘાણી વિષે થોડુ જાણીએ. 46 વર્ષીય જીતુભાઈ ગુજરાતની રૂપાણી સરકારના પાર્ટી અધ્યક્ષ છે. રાજનીતિમાં આવ્યા પહેલા તેઓ એલઆઈસી અને કંસ્ટ્રક્શનનું કામ કરતા હતા. તેમણે સૌ પ્રથમ રાજકારણની શરૂઆત એબીવીપી અને ભારતીય જનતા યુવા મોર્ચા કેડેટ તરીકે કરી હતી.
જીતુભાઈ વાઘાણી મુળ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. તેઓ આ પક્ષના અધ્યક્ષ બનવા પહેલા બીજેયુએમના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ 2012ની વિધાનસભાની ચૂંટણી પહેલી વખત લડ્યા હતા. જીતુભાઈ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. જીતુભાઈ વાઘાણાને પુરૂષોત્તમ રૂપાલાની નજીકના વ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેમની વ્યક્તિગત જીવનની વાત કરવામાં આવે તો તેમનુ આખુ નામ જિતેન્દ્ર સાવજી વાઘાણી છે. તેમનો જન્મ 27 ઓક્ટોબર 1970 ના રોજ ભાવનગર જિલ્લાના વરતેજમાં થયો હતો. વાઘાણીનું પ્રાથમિક શિક્ષણ સનાતમ ધર્મ સરકારી હાઈસ્કૂલમાં થઈ હતી. તે બાદ તેમણે એમ.જે. કોલેજ ઓફ કોમર્સ ભાવનગર ખાતેથી સ્નાતકની પદવી મેળવી હતી. કોલેજ કાળથી જ જીતુભાઈ શાખામાં જોડાયા હતા. એજે તેમને બે બાળકો છે. જેમા એક પુત્રનું નામ મીત વાઘાણી અને બીજી પુત્રીનું નામ ભક્તિ વાઘાણી છે.