ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે જેજે પટેલ બિનહરીફ ચૂંટાયા
બીજેપી નેતા અને એડવોકેટ જે.જે.પટેલને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે, જે સમગ્ર ગુજરાતમાંથી 1.20 લાખથી વધુ વકીલોનું પ્રતિનિધિત્વ કરે છે.

મુકેશ કામદાર આ પ્રતિષ્ઠિત સંસ્થાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. બંને આ પદો પર બિનહરીફ ચૂંટાયા.
જેજે પટેલ ભૂતકાળમાં પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ ભાજપ ગુજરાત લીગલ સેલના પ્રદેશ કન્વીનર પણ છે.
ગુજરાત બાર કાઉન્સિલ સાથે 1.20 લાખથી વધુ વકીલો જોડાયેલા છે. જે દર 5 વર્ષે 25 મેમ્બર્સને ચૂંટે છે. આ મેમ્બર્સ દ્વારા દર વર્ષે બાર કાઉન્સિલના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવે છે.
આજે બાર કાઉન્સિલની સાધારણ સભામાં ચેરમેન તરીકે જે. જે. પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. જૂનાગઢના એડવોકેડ મુકેશ કામદાર પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા.












Click it and Unblock the Notifications
