આસારામ યૌન શોષણ મામલે આજે ચાર્જફ્રેમની કાર્યવાહી હાથ ધરાશે

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

આસારામ યૌન શોષણ મામલે ચાર્જફ્રેમ થશે

આસારામ યૌન શોષણ મામલે ચાર્જફ્રેમ થશે

આસારામ યૌન શોષણ મામલે આજે ચાર્જફ્રેમની કાર્યવાહી હાથ ધરાશે. કેસના આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરાશે.

જૂનાગઢની જેલમાંથી હત્યાનો આરોપી ફરાર

જૂનાગઢની જેલમાંથી હત્યાનો આરોપી ફરાર

જૂનાગઢની ઉપલેટાની સબ જેલમાંથી હત્યાનો આરોપી ફરાર થઇ જતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે. સબ જેલમાંથી આરોપી દિલીપ બારૈયા ફરાર થઈ ગયો છે. મોડી રાત્રે પોલીસને ધક્કો મારી આરોપી ફરાર હતો.

ગવર્મેન્ટ ટૂ ગવર્મેન્ટ બેઠક

ગવર્મેન્ટ ટૂ ગવર્મેન્ટ બેઠક

સીએમની અધ્યક્ષતામાં ગવર્મેન્ટ ટૂ ગવર્મેન્ટ બેઠક. સીએસ પણ આ બેઠકમાં લેશે ભાગ. બંને રાજ્યો વચ્ચેના રોકાણો વિશે થશે ચર્ચા થશે. ત્યારબાદ CM આનંદીબહેન પટેલ આજે બપોરે કચ્છ માટે રવાના થશે. અબડાસામાં ભૂમિ પૂજન અને લોકાર્પણ કરશે.

તીસ્તાની શેતલવાડની અરજી

તીસ્તાની શેતલવાડની અરજી

ફ્રીઝ થયેલા બેંક ખાતા ફરી શરૂ કરવાની માગનો મામલો. તિસ્તાની બે NGOની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી. સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો મામલો. તિસ્તા સેતલવાડે ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં કરી અરજી.

થમ્સઅપની બોટલમાંથી ચોકલેટનું રેપર નીકળ્યું

થમ્સઅપની બોટલમાંથી ચોકલેટનું રેપર નીકળ્યું

અંકલેશ્વરમાં થમ્સઅપની બોટલમાંથી ચોકલેટનું રેપર નીકળ્યું. દુકાનદારે ડિસ્ટ્રિ.ને કરી ફરિયાદ. ભડકોદ્રા પાટીયા પાસે આવેલા સ્ટોરમાં બની ઘટના.

 સફાઈ કામદારો હડતાળ પર

સફાઈ કામદારો હડતાળ પર

પાદરા નગરપાલિકાના સફાઈ કામદારો હડતાળ પર.100થી વધુ હંગામી-કાયમી સફાઈ કામદારો હડતાળ પર.પોતાની પડતર માગણીઓને લઈ કામદારો હડતાળ પર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X