ગોધરાકાંડનો આરોપી હુસૈન સુલેમાન 13 વર્ષે ઝડપાયો
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગોધરાકાંડનો આરોપી હુસૈન સુલેમાન 13 વર્ષે ઝડપાયો
ગોધરાકાંડનો આરોપી હુસૈન સુલેમાનને 22 જુલાઇના રોજ મધ્ય પ્રદેશના ઝાંબુઆથી પકડી પાડવામાં આવ્યો છે. હુસૈન સુલેમાન છેલ્લા 14 વર્ષથી ઝાંબુઆમાં ઓટો ડ્રાઇવર બનીને રહેતો હતો. 2002માં થયેલા ગોધરા કાંડમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એક કોચને બંધ કરીને તેમાં તમામ યાત્રીઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં લગભગ 59 લોકોના મોત થઇ ગયા હતા. ગોધરા કાંડ બાદ જ ગુજરાતમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા.

પાટીદારોની રેલી વિશે સીએમએ મંગાવ્યો રિપોર્ટ
CM આનંદીબહેને દાખવી ગંભીરતા.કલેક્ટર,એસપીને સીએમએ આપ્યો ઠપકો.મહેસાણામાં પાટીદારોની અનામત રેલીને લઈ મંગાવ્યો રિપોર્ટ.પાટીદાર રેલીની માહિતી IB પાસે કેમ નહોતી?લોકોની આક્રમકતા બાબતે IBને જાણકારી કેમ નહોતી?ઘટનાની અજાણતા અંગે માગ્યો રિપોર્ટ.

સહેરામાં પતિએ કરી પત્નીની હત્યા
પંચમહાલના સહેરામાં પતિએ કરી પત્નીની હત્યા.પતિએ કુહાડીના ઘા મારી કરી પત્નીની હત્યા.પતિએ અગમ્ય કારણોસર કરી હત્યા. પોલીસ તપાસ શરૂ.

પાટીદારોની રેલીનો પડઘો વિજાપુરમાં
વિસનગરમાં પાટીદારોની રેલીનો પડઘો વિજાપુરમાં પડ્યો. 28મી જુલાઇએ અનામતમાં સમાવેશ કરવા મુદ્દે યોજાશે રેલી. વિજાપુર મામલતદારે પરવાનગી રદ કરી હોવાનું જણાવ્યું. પાટીદાર આગેવાનોએ રેલી યોજવા અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો.

બઢતી આપવાના મામલે કૌભાંડ
રાજકોટ PGVCLના સાત નાયબ ઈજનેરને બઢતી આપવાનો મામલો.તંત્ર દ્વારા સિનિયોરિટીની અવગણના કરી બઢતી આપવાનું કૌભાંડ.સાત નાયબ ઈજનેરને રિવિઝન નોટિસ.

મોટેરા સ્ટેડિયમ બનશે મેલબર્ન જેવું
મોટેરા સ્ટેડિયમને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવશે અને તેના સ્થાને નવું જ સ્ટેડિયમ ઊભુ કરવામાં આવશે.મેલબર્ન જેવું સ્ટેડિયમ નવેસરથી બનાવવાનું આયોજન છે.

નજીક કાર ચાલકે કાબૂ ગુમાવતાં કાર પલટી
કેશોદ બાય પાસ નજીક કાર ચાલકે કાબૂ ગુમાવતાં કાર પલટી. એક મહિલાનું ઘટના સ્થળે મોત. એક જ પરિવારના ચાર સભ્યો ઇજાગ્રસ્ત.

કાપડ માર્કેટમાં દરોડા
અમદાવાદના ઘીકાંટા કાપડ માર્કેટમાં તોલમાપ વિભાગે દરોડા પાડ્યા છે. જેના કારણે સ્થાનિક વેપારીઓમાં રોષની લાગણી અનુભવાઇ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અધિકારીને પ્રોટેક્શન આપ્યું હતું.

ટેન્કર સાફ કરતા કર્મચારીનું મોત
ભાવનગરમાં ખાનગી કંપનીમાં ટેન્કર સાફ કરવા ગયેલ યુવાનનું મોત નિપજતા ચકચાર મચી ગયો છે. સર ટી હોસ્પિટલમાં યુવાનને મૃત જાહેર કરાયો. ભાવનગરના નાગધડિંબા ગામની ઘટના છે.

ધારાસભ્યની ઓફિસ પર હુમલાની બાબત
ધારાસભ્યની ઓફિસ પર રેલી બાદ હુમલાનો મામલો. રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડા વીસનગરની મુલાકાતે. કેટલાક લોકોને તપાસ માટે બોલાવાયા. મુખ્યમંત્રીના આદેશથી તંત્ર દોડતું થયું.

પત્રકાર પર હુમલો, સંગઠને આપ્યું આવેદન
રાધનપુરના પત્રકારોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. વિસનગરમાં પત્રકાર પર થયેલ હુમલા મામલે પત્રકાર સંગઠન હરકતમાં આવ્યું અને આપ્યું આવેદન.

મધુર ડેરીની ચૂંટણીમાં વિવાદ
ગાંધીનગર મધુર ડેરીની ચૂંટણીના વિવાદનો મામલો બિચક્યો. હાઈકોર્ટે કલેક્ટરને નક્કી કરેલા સીમાંકનને રદ કર્યું. હાઈકોર્ટનો કલેક્ટરને આદેશ.