સેલ્ફી લેતા પાંચ દરિયામાં ડૂબ્યા, બેના મોત!

Subscribe to Oneindia News

જુનાગઢનાં ચોરવાડ ખાતે હોલિડે કેમ્પના દરિયા કિનારે 1 યુવક અને 4 યુવતી સહીત 5 લોકો ફરવા આવેલા સેલ્ફી લેતા હતા તેમને ક્યાં ખબર હતી તેમના જીવનની અંતિમ સેલ્ફી છે. દરિયા કિનારે સેલ્ફી લેતા હતા. તે દરમ્યાન મોટું મોજું આવતા પાંચે લોકો દરિયામાં તણાઈ ગયા હતા. જેમાં એક યુવતી અને એક યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે બાકીની ત્રણ યુવતીઓને બચાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. બચાવી લેવાયેલી બે યુવતીઓનાં લગ્ન ગત સોમવારે જ થયાં હતાં. અને તેમના પતિ તેડું કરવા આવ્યો હતો.

DEATH

કાણેક ગામે એક લગ્ન પ્રસંગમાં આવેલ લોકો હોલિડેકેમ્પના દરિયાકિનારે ફરવા ગયા હતા. હોલિડે કેમ્પનાં દરિયાકિનારે તેઓ સેલ્ફી લઇ રહ્યાં હતાં. તે દરમ્યાન મોજું આવતા દરિયામાં તણાઈ ગયા હતા. સ્થાનિકોએ દોડી જઇ ધર્મિષ્ઠા, હેતલ, પૂર્વી અને શીતલને બહાર કાઢ્યા હતા. જેમાં ધર્મિષ્ઠાનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે હેતલ, પૂર્વી અને શીતલને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં પૂર્વી અને શીતલની હાલત વધુ ગંભીર જણાતાં તેઓને વધુ સારવાર માટે કેશોદનાં ખાનગી દવાખાને ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ હજુ એક યુવાન દરિયામાં લાપતા છે.

English summary
Junagadh : 2 People are dead while Taking selfie on the beach of Chorwad.
Please Wait while comments are loading...