રેલવે મુસાફરો માટે ખુશખબર: આવતીકાલથી જૂનાગઢ-ચલાલા વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત
Railway News: સૌરાષ્ટ્રના રેલવે મુસાફરોની સુવિધામાં વધારો કરતા પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર રેલવે મંડળના મીટરગેજ સેક્શન પર 23 ફેબ્રુઆરી 2026થી જૂનાગઢ અને ચલાલા વચ્ચે દૈનિક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન શરૂ થવાથી સ્થાનિક મુસાફરો અને યાત્રિકોને પરિવહન માટે મોટી રાહત મળશે.

જૂનાગઢ-ચલાલા ટ્રેનનું સમયપત્રક
આ નવી સ્પેશિયલ ટ્રેન દૈનિક ધોરણે નીચે મુજબના સમયે દોડશે:
- જૂનાગઢથી ચલાલા: ટ્રેન સવારે 10:40 કલાકે જૂનાગઢથી ઉપડશે અને બપોરે 14:10 કલાકે ચલાલા પહોંચશે.
- ચલાલાથી જૂનાગઢ: વળતી મુસાફરીમાં ટ્રેન ચલાલાથી બપોરે 14:40 કલાકે ઉપડશે અને સાંજે 17:35 કલાકે જૂનાગઢ પરત ફરશે.
કયા સ્ટેશનો પર ટ્રેન ઉભી રહેશે?
મુસાફરોની સુવિધા માટે આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં નીચેના મહત્વના સ્ટેશનો પર ઉભી રહેશે:
- તોરણિયા
- બિલખા
- જુની ચાવંડ
- વિસાવદર
- જેતલવડ
- ભાડેર
- ધારી
મુસાફરો માટે આ ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તે રોજિંદા અવરજવર કરતા લોકોને રેલવે કનેક્ટિવિટીનો લાભ આપશે. ભાવનગર મંડળના આ નિર્ણયથી સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે.












Click it and Unblock the Notifications
